અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ( BJP MP Sudhanshu Trivedi in Ahmedabad ) કહ્યું હતું કે, ગુજરાતમાં લોકતંત્રના પર્વ ( Gujarat Assembly Election 2022 ) યોજાવા જઇ રહ્યું છે. પરંતુ ચૂંટણીના આ વાતાવરણમાં અનેક પ્રકારના દ્રશ્યો અને વક્તવ્યો જોવા મળી રહ્યાં છે કે જેમાં લોકતંત્રની ભાવના અને ભારતની સંવૈધાનિક ગરિમા અને ગુજરાતના ગૌરવ એમ ત્રણેય ઉપર આઘાત કરનારા છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસના યુવરાજ ( Rahul Gandhi ) દ્વારા ભારત જોડો યાત્રા ( Bharat Jodo Yatra) કરી રહ્યાં છે. આજે કોંગ્રેસ દ્વારા તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા માટે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ આવવાના હતાં પરંતુ તેઓ આવ્યા નથી.
મધુસૂદન મિસ્ત્રીના શબ્દ પ્રયોગને વખોડ્યો સુંધાંશુ ત્રિવેદીએ ( BJP MP Sudhanshu Trivedi in Ahmedabad )વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રી એ આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર જે શબ્દ પ્રયોગ કર્યો છે તેની ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે. આ કોઇ નવી વાત નથી. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં પણ ભારતની ગરિમા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર ઔકાત અને મોતના સોદાગર જેવા શબ્દો વાપરીને અપમાન કર્યું છે.
1946માં જવાહરલાલ નહેરુને શૂન્ય મત વધુમાં ઉમેર્યું હતું કે 1946માં દેશના વડાપ્રધાન માટે વોટીંગ કરવામાં આવ્યું હતું ત્યારે પણ જવાહરલાલ નહેરૂને શૂન્ય મત મળેલ હોવા છતાં અને સરદાર વલ્લભભાઇ પટેલને પૂર્ણ બહુમતી હોવા છતાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂને બનાવી સરદાર સાહેબનું અને ગુજરાતનું અપમાન કર્યું હતું. ગુજરાતની આ ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) આઝાદી કા અમૃત મહોત્સવમાં યોજાતી હોવાથી કોંગ્રેસ દ્વારા ગુજરાતનું અપમાન અને ગુજરાતના સપૂતોનું વારંવાર અપમાન કરતાં હોવાથી સન્માનનીય પદોનું અપમાન કરતાં હોવાથી વધુ કષ્ટદાયક બની જાય છે.
સરદાર સાહેબના સ્વપ્ના સાકાર થયા છે ત્રિવેદીએ ( BJP MP Sudhanshu Trivedi in Ahmedabad ) વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઇ શાહ દ્વારા ઓગસ્ટ 2021ના રોજ સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવા માટે લોકસભામાં પ્રસ્તાવ લાવ્યા હતાં તે પ્રસ્તાવ આજે પુરો થયો છે. સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં થયું છે.
પૂર્ણ બહુમતીવાળી સરકાર આવશે કોંગ્રેસ દ્વારા સંવૈધાનિક પદો પર બેઠેલા મહિલાઓ સહિતના વ્યક્તિઓનું અપમાન કરવાનું ચૂકતી નથી. આમ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રત્યે વારંવાર જે ઝેર ઓકે છે તેને ગુજરાતની જનતા જોઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં વિકાસની જે અવિરત યાત્રા કરી રહી છે તેને અવિરત ચાલુ રાખવા માટે ગુજરાતની જનતા વર્ષ 2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉપર પોતાની મહોર મારી પૂર્ણ બહુમતી વાળી સરકારના નિર્માણમાં પોતાનો પક્ષ રાખવાની છે.
કોંગ્રેસની કથની અને કરણીમાં ફેર છે સુધાંશુ ત્રિવેદીએ ( BJP MP Sudhanshu Trivedi in Ahmedabad )જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની ભારતની રાજનીતિમાં કથની અને કરની અલગ અલગ હોય છે. 2019માં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા દેશદ્રોહના કાનુનનો કડક અમલવારી કરી દેશમાં દેશદ્રોહીઓને બચાવી પોતાની જ પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યો ઉપર કરી તેમની કથની અને કરનીમાં ભેદ કોંગ્રેસે બતાવી આપ્યો હતો. 2018માં મધ્યપ્રદેશની કમલનાથની સરકારની રચના સમયે દેશના ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી હતી જે આજે પણ દેવું માફ કરી શકી નથી. કોંગ્રેસ દ્રારા આજે જાહેર થયેલ મેનિફેસ્ટોમાં આપેલ વચનો ગુજરાતની જનતા કોંગ્રેસની કથની અને કરણી જોઇ રહી છે ત્યારે તેમના આ મેનિફેસ્ટો ઉપર પણ ભરોસો કરવાની નથી.
અમે દેશમાં વિકાસની વાતો કરીએ છીએ કોંગ્રેસ દ્વારા આયોજીત ભારત જોડો યાત્રા તેમના જ નેતાઓના સ્થાન ઉપર પહોંચી શકતી નથી જ્યારે અમે તો દેશના લોહપુરૂષ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાને તેમના જ ગૃહ રાજ્યમાં પ્રસ્થાપિત કરી સન્માન આપવાનું કામ કર્યું છે. અમે માત્ર ગુજરાતમાં જ વિકાસની વાત કરતાં નથી. પરંતુ દેશમાં ગુજરાત મોડેલને પ્રસ્થાપિત કરી દેશને વિશ્વ ફલક ઉપર બેસાડી દીધું છે. ગુજરાતમાં આજે ત્રીજો પક્ષ મેદાનમાં આવ્યો છે. તેમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા મેદાનમાં આવી છે.
દિલ્હી મોડલ હાસ્યાસ્પદ મોડલ છે સુધાંશુ ત્રિવેદીએ આપ વિશે કહ્યું કે ( BJP MP Sudhanshu Trivedi in Ahmedabad )રાજ્યમાં વિકાસની અવિરત યાત્રા ચાલુ રહે તે માટે સરકાર તો ભારતીય જનતા પાર્ટી જ બનાવવા જઇ રહી છે. દિલ્હી મોડેલ એ દેશનું હાસ્યાસ્પદ મોડેલ છે. દિલ્હી મોડેલના પ્રણેતાના મંત્રીમંડળના મંત્રીઓ જ આજે આરોપો સાબીત થતાં જેલના સળીયા ગણી રહ્યાં છે.