ETV Bharat / assembly-elections

કોઈ નવી પાર્ટી 15થી 20 ટકા વોટ શેર લે છે તે ખૂબ જ મોટી વાત- કેજરીવાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા(gujarat legislative assembly 2022) પૂર્ણ થઈ ચૂકી છે. મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલના પરિણામો(Exit poll results) આવી ચૂક્યા છે. જેને લઈને અરવિંદ કેજરીવાલનું નિવેદન(Statement by Delhi Chief Minister Arvind Kejriwal) સામે આવ્યું છે. જેમાં તેમણે ગુજરાતના પરિણામોને સકારાત્મક બતાવ્યા છે. તેમણે જણાવ્યું કે કોઈ નવી પાર્ટી 15 થી 20 ટકા વોટ શેર લે છે તો તે ખૂબ જ મોટી વાત છે.

કોઈ નવી પાર્ટી 15 થી 20 ટકા વોટ શેર લે છે તો તે ખૂબ જ મોટી વાત- કેજરીવાલ

author img

By

Published : Dec 6, 2022, 12:11 PM IST

Updated : Dec 6, 2022, 12:17 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા(gujarat legislative assembly 2022) પૂર્ણ થઈ ચૂકી છે. 8 ડિસેમ્બરે 182 બેઠક પર 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં(gujarat legislative assembly 2022) દાયકાઓ બાદ ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી દાખલ થઈ છે. મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલના પરિણામો(Exit poll results) આવી ચૂક્યા છે. જેને લઈને અરવિંદ કેજરીવાલનું નિવેદન(Statement by Delhi Chief Minister Arvind Kejriwal) સામે આવ્યું છે. જેમાં તેમણે ગુજરાતના પરિણામોને સકારાત્મક બતાવ્યા છે.

ચૂંટણીના સકારાત્મક પરિણામો: અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના સકારાત્મક પરિણામો આવશે. ગુજરાતમાં આ એક નવી પાર્ટી છે અને નવી પાર્ટી દાખલ થઈ છે. ત્યાંના કહી રહ્યા છે કે ગુજરાત ભાજપનું ગઢ છે તેમાં જો નવી પાર્ટી પ્રથમ વખત 15 થી 20 ટકા વોટ શેર લે છે તો તે ખૂબ જ મોટી વાત છે. હજી પરિણામો સુધી રાહ જોવો.

કોંગ્રેસ સાથે ગઠબંધનના સંકેત: ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નવો દાવ અજમાવી રહી છે. તેમણે ગુજરાતની તમામ 182 બેઠકો પર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, જો કે સુરત પૂર્વમાં એક ઉમેદવારે ફોર્મ પરત લઈ લીધું હતું. ઈસુદાન ગઢવીને તેમણે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. જો કે બીજી તરફ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. ઈસુદાને કોગ્રેસ સાથે ગઠબંધનના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે પરિણામો બાદ આ અંગે વિચારીશું. ત્યારે અરવિંદ કેજરીવાલે નવા પક્ષની જેમને કમાન સોંપી છે તે ઈસુદાન ગઢવી મુખ્યપ્રધાન બનશે કે પછી બેઠક પણ ગુમાવશે(isudan gadhavi khambhalia seat loose) તે 8 ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે.

Last Updated : Dec 6, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.