ETV Bharat / snippets

નવા કમિશનરે આવતા જ ધાક જમાવી: વડોદરામાં 10 જેટલા પોલીસ અધિકારીઓની કરી બદલી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 4:29 PM IST

વડોદરામાં 10 જેટલા પોલીસ અધિકારીઓની બદલીઓ કરાઈ
વડોદરામાં 10 જેટલા પોલીસ અધિકારીઓની બદલીઓ કરાઈ (Etv Bharat Gujarat)

વડોદરા: શહેર પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમારની નિમણૂક થયા બાદ પોલીસ અધિકારીઓની આંતરીક બદલીઓની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.એકાએક પોલીસ બેડામાં આંતરીક બદલીઓ આવતા આતુરતાનો અંત આવ્યો હતો. જેમાં વડોદરા પોલીસના 10 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનરના તાબા હેઠળની PCB ના પી.આઈ તરીકે હરણી પોલીસ સ્ટેશનના પી.આઈની નિમણુક કરવામાં આવી છે. જ્યારે એસ.ડી રતાડાની એસ.ઓ.જીમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત એ.જે પાંડવ અને જે. એન. પરમારની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. વડોદરામાં નવ નિર્મિત પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની નિમણૂક થતાં જ પોલીસ બેડામાં વહીવટી કારણોસર બદલીઓ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.