જુનાગઢ: આજે વિશ્વ સાયકલ દિવસ છે, ત્યારે જૂનાગઢમાં રહેતા બીપીન ભાઈ જોશી અનોખા સાયકલ પ્રેમી તરીકે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઓળખાઇ રહ્યા છે. બીપીન ભાઈ જોશી છેલ્લા 40 વર્ષથી સાઇકલ ચલાવી રહ્યા છે. તેમણે પાંચ વખત બાઈક અને એક વખત સાયકલ મારફતે બાર જ્યોતિર્લિંગ યાત્રાને પૂર્ણ કરી છે. આજે "વિશ્વ સાયકલ દિવસ" નિમિત્તે બીપીનભાઈ જોશી સરકારી કર્મચારી અધિકારી અને વિદ્યાર્થીઓને સાયકલ ચલાવવાને લઈને માર્મિક અપીલ કરી રહ્યા છે.

અનોખો સાયકલ પ્રેમ: આજે વિશ્વ સાયકલ દિવસ , ત્યારે જૂનાગઢના બીપીન ભાઈ જોશી અનોખો સાયકલ પ્રેમ ધરાવે છે. પાછલા ૪૦ વર્ષથી બીપીન ભાઈ જોશી સાઇકલ ચલાવીને વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાની સાથે પરિવારને આર્થિક રીતે વધુ મજબૂતીથી સહાય કરી શકે તે માટે પણ સાઈકલ નો સતત ઉપયોગ કરી રહ્યા છે. બીપીનભાઈ જોશીએ પાંચ વખત બાઈક મારફતે અને એક વખત સાઇકલ લઇને બાર જ્યોતિર્લિંગની યાત્રા પણ સફળતાપૂર્વક પૂરી કરી છે. સાઈકલને પોતાના જીવનસાથી તરીકે ગણતા બીપીનભાઈ સાઈકલ લઈને આજની યુવા પેઢીને અપીલ કરી રહ્યા છે કે, 'લોકો તેનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને સાયકલના માધ્યમથી શરીરને તમામ પ્રકારની કસરત આપોઆપ મળી જતી હોવાથી સાયકલને જીવનનો ભાગ બનાવવો જોઈએ'.

સાયકલ ચલાવવાના અનેક ફાયદા: સાયકલ પર્યાવરણને બચાવવાની સાથે આર્થિક સગવડ પણ ઊભી કરે છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાઇકલના અનોખા પ્રેમી બીપીનભાઈ સાયકલ ચલાવવાને લઈને સૌ કોઈને માર્મિક અપીલ કરી રહ્યા છે. સાઇકલ ચલાવવાથી શરીરના મોટાભાગના તમામ અંગોને કસરત મળે છે અને સાથે પરિવારને આર્થિક રીતે મદદ પણ કરી શકાય છે. વધુમાં બીપીનભાઈ જણાવી રહ્યા છે કે, પ્રત્યેક સરકારી કચેરીમાં એક દિવસ તમામ કર્મચારીથી લઇને અધિકારીઓ તેમજ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર એક દિવસ સાઇકલ લઇને કચેરી, શાળા તેમજ કોલેજ આવે તો પ્રદૂષણ ની વૈશ્વિક સમસ્યાને દૂર કરવામાં ખૂબ સહાયતા મળી શકે છે. સાઈકલના ઉપયોગથી પેટ્રોલિયમ પદાર્થનો ઉપયોગ પણ ઘટશે જેના કારણે તેના ભાવોમાં પણ ચોક્કસપણે ઘટાડો આવશે. જેનાથી પર્યાવરણને પ્રદુષણ મુક્ત કરી શક્ય છે. આજે "વિશ્વ સાઈકલ દિવસ" નિમિત્તે સૌ કોઈ સાઈકલને દૈનિક જીવનનો ભાગ બનાવે તેવી અપીલ બીપીનભાઈ જોશી કરી રહ્યા છે.