વડોદરા: વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ, બંને વડાઓએ વડોદરામાં મોટો રોડ શો કરીને ભારત-સ્પેનની મજબુત મિત્રતાના દર્શન કરાવ્યા.
સ્પેનિશ પીએમની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે સ્પેનિશ સી-295 એરક્રાફ્ટનું ઉત્પાદન હવેથી વડોદરાના ટાટા એરક્રાફ્ટ પ્લાન્ટમાં કરવામાં આવશે. આ અંગે ભારત અને સ્પેન વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર પણ કરવામાં આવ્યા છે.
દેશની નવી તાકત C-295 એરક્રાફ્ટ
આપને જણાવી દઈએ કે પહેલા 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે અન્ય તમામ 40 એરક્રાફ્ટ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા ભારતમાં તેના વડોદરા પ્લાન્ટમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે પહેલીવાર દેશની કોઈ ખાનગી કંપની સેના માટે લશ્કરી વિમાનો બનાવશે.
ભારતીય વાયુસેના માટે, પરિવહન વિમાન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તે સૈનિકો, શસ્ત્રો, બળતણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. હળવા વજનના પરિવહનમાં પણ C-295 ભારતીય સેના માટે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે વડોદરા ખાતે સ્પેનના માનનીય પ્રધાનમંત્રી શ્રી @sanchezcastejon સાથે ટાટા-એરબસ C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું.
— BJP Gujarat (@BJP4Gujarat) October 28, 2024
આ અવસરે બંને મહાનુભાવોએ પ્રદર્શની નિહાળી કામગીરીની માહિતી મેળવી. #C295MadeInIndia pic.twitter.com/B6kui2Du5w
C-295 એરક્રાફ્ટની ક્ષમતા અને વિશેષતા
C-295 એરક્રાફ્ટની વિશેષતાની વાત કરીએ તો તેને બે પાઇલોટ દ્વારા ઉડાડવામાં આવે છે. આમાં 73 સૈનિકો, 48 પેરાટ્રૂપર્સ, 12 સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા 27 સ્ટ્રેચર મેડેવેક અને 4 મેડિકલ એટેન્ડન્ટ એકસાથે મુસાફરી કરી શકશે. આ C-295 એરક્રાફ્ટ 9250 કિલોગ્રામ વજન વહન કરી શકે છે. આ એરક્રાફ્ટની લંબાઈ 80.3 ફૂટ છે, જેની પાંખો 84.8 ફૂટ છે અને ઊંચાઈ 28.5 ફૂટ છે. C-295 એરક્રાફ્ટમાં લગભગ 7650 કિલો ઇંધણનું વહન કરી શકે છે.
" ये factory भारत-स्पेन संबंधों को मजबूती देने के साथ ही make in india, make for the world मिशन को भी सशक्त करने वाली है।"#C295MadeInIndia pic.twitter.com/WY6oHYgo2N
— BJP Gujarat (@BJP4Gujarat) October 28, 2024
આ સિવાય તે 482 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની બીજી ખાસ વાત એ છે કે તેને લેન્ડ કરવા માટે ટૂંકા રનવેની જરૂર પડે છે. ટેક ઓફ કરવા માટે 844 મીટરથી 934 મીટર લંબાઇના રનવેની જરૂર પડે છે. આ એરફ્રાક્ટ 420 મીટર રનવે પર સરળતાથી લેન્ડ થઈ શકે છે. આ સિવાય 800 કિલો વજનના હથિયારો પણ આ એરક્રાફ્ટમાં લગાવી શકાય છે.
ભારત માટે આ C-295 એરક્રાફ્ટ સૈનિકો, શસ્ત્રો, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગણતરની મિનિટોમાં લઇ જવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ એરક્રાફ્ટ ભારતના જૂના HS748નું સ્થાન લેશે.