ETV Bharat / state

ભાવનગર: ખાનગી સોસાયટીઓની સફાઈ કરવા માટે નાણાં આપવાનો ઠરાવ પસાર , જાણો આ અંગે સફાઈ કામદાર સંઘે શું કહ્યું

મહાનગરપાલિકામાં સફાઈ માટે સોસાયટીઓને આગળ આવીને જાતે સફાઈ કરવા પ્રોત્સાહિત કરતી સ્કીમ લાવવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન અને સફાઈ કામદાર સંઘે શું કહ્યું....

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ખાનગી સોસાયટીઓ જાતે સફાઈ કરાવશે તો મળશે પૈસા
ખાનગી સોસાયટીઓ જાતે સફાઈ કરાવશે તો મળશે પૈસા (Etv Bharat Gujarat)

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાએ હવે ખાનગી સોસાયટીઓને સીધા સફાઈ કરવા માટે નાણાં આપવાનો ઠરાવ થયો છે. મહાનગરપાલિકાનો આ નિર્ણયને કારણે સફાઈ કામદારોનું કામ છીનવાઈ જશે. સફાઈ કામદાર સંઘ દ્વારા શોષણની શક્યતાઓ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શુ છે ઠરાવ અને સંઘનો જવાબ. ચાલો જાણીએ....

મહાનગરપાલિકાએ શું કર્યો ઠરાવ ખાનગી સોસાયટીને લઈને: ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર પણ સ્વચ્છ થાય એવા નિયમ સાથે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવી ખાનગી સોસાયટીની અંદર સફાઈ કરવા માટે એક સ્કીમ મૂકવામાં આવી છે. આવી ખાનગી સોસાયટીઓ જે બીપી એમસી એક્ટ પ્રમાણે 224 નીચે નોધાયેલી હોય આવી સોસાયટીની અંદર એમનો જે લે આઉટ મંજૂર કરવામાં આવ્યો છે. તેના 25 ટકા ભાગને સફાઈ કરવા માટે થઈને જે પણ ખાનગી સોસાયટી છે. એમના એમની બોડી બનાવી હોય દાખલા તરીકે પ્રમુખ મંત્રી આ રીતની જે કમિટી બનાવેલી છે, તો આવા લોકોને 25 ટકા ભાગમાં રહેણાંકી વિસ્તારની અંદર પર ચો.મી 80 પૈસા અને કોમર્શિયલ વિસ્તારની અંદર પર ચો.મી 65 પૈસા એવું દર મહિને આપણે અનુંદાન આપશું.

આર્થિક મદદ કેવી મળશે સોસાયટીઓને: ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, આની અંદર સોસાયટી સફાઈ કરવા કરાવવાની જવાબદારી જે તે સોસાયટીના એસોસિએશનની રહેશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ સફાઈ થાય એનું સર્ટિફિકેટ મળ્યા પછી એમની નિયત કરેલા બેંક ખાતાની અંદર અમે આ અનુદાન આપવામાં આવશે. મિનિમમ વેતન, મિનિમમ જે આપવાની રકમ થાય અનુદાન આપવાનું થાય છે એ 1600 રૂપિયા અને 1600 રૂપિયા ઉપરથી જે પણ કોર્પોરેશનના નિયમ પ્રમાણે નકશો પાસ થયેલો છે. એના 25 ટકા હિસ્સામાં આપણે સફાઈ કરવા માટેની આ યોજના લાવ્યા છીએ. આપના માધ્યમથી ભાવનગરની આવી ખાનગી સોસાયટીના માલિકોને આવી ખાનગી સોસાયટી સામે ભાવનગરના રહીશોને હું અપીલ કરું છું કે આ સ્કીમ નો લાભ લે, અને આપણી સોસાયટીસ સોસાયટી બને આપણી ભાવનગર સ્વચ્છ બને એના માટેનું આ કામ હાથમાં ધરવામાં આવ્યું છે.

સફાઈ કામદારનું કામ નહીં છીનવાઈના દાવા: ચેરમેને વધુમાં કહ્યું હતું કે, આમાં કોઈ પણ સફાઈ કામદારને કાઢવાની પણ વાત નથી. અમારૂ જે મેહકમ કોર્પોરેશનનું મહેકમ છે એ 1286 નું મહેકમ બનેલું છે જે તે વખતનું, હાલમાં આ મહેકમમાં 980 લોકો કાયમી રોજમદાર કામ કરીને, આ 980 લોકો કામ કરી રહ્યા છે. ભાવનગરની અંદર જે પ્રકારે તે રોડની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે અને આ વિભાજીત કરેલા નિયમિત રીતે સફાઈ થાય છે.

ખાનગી કોન્ટ્રાક્ટરના શોષણની સંભાવના વ્યક્ત કરતું સંઘ: ભાવનગર મઝદૂર સંઘના સફાઈ કામદાર સંઘના પ્રમુખ જીવણભાઈએ જણાવ્યું હતું કે, ખાનગી રીતે જો કામ આપશે તો ઘણા સફાઈ કામદાર નવરા બેઠશે અને ખરાબ પરિસ્થિતિ ઉભી થશે. મહાનગરપાલિકાને પોતાની ખાલી જગ્યા ખાલી નહિ ભરવા માટેના પેતરા છે. યેનકેન પ્રકારે આ રીતે ખાનગી સોસાયટીઓને આપવાથી કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવશે જેથી સફાઈ કામદારને રોજ ઓછું મળશે અને ખાનગી સોસાયટીઓ પોતાના મનસ્વી પ્રમાણે કામ કરાવશે. મહાનગરપાલિકા જો રોજમદારમાં રાખશે તો પણ એને ફાયદો થશે જ્યારે ઓલા કોન્ટ્રાકરમાં તો શોષણ થશે અને પૈસા વધારે મહાનગરપાલિકાને ચૂકવવા પડશે, આથી રોજમદાર તરીકે પણ ખાલી જગ્યા ભરે તો વધારે સારું કહેવાય.

આ પણ વાંચો:

  1. વડોદરા ભાયલી ગેંગ રેપ કેસ ના તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ
  2. ખેડામાં હેવાનીયતની મોટી ઘટનાઃ પડોશની 4 બાળકીઓ પર હવસ સંતોષ્યાનો 56 વર્ષના શખ્સ પર આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.