અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની ઋતુ પુરજોરમાં ચાલી રહી છે. સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચોમાસું ફરી વળ્યું છે તો અમુક જિલ્લામાં વરસાદનું પ્રમાણ એટલું બધુ ગહતું કે પાણી ભારત લોકો નાવડી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હતા. ઉપરાંત વરસાદી પાણી ભરાતા ઘનના મોત પણ થાય હતા. અને લોકોને ભારે હલકી ભોગવવી પડી હતી. આવા સમયે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવાંઆ આવી છે જે મુજબ 6 જુલાઇના રોજ વરસાદી હવામાન શાંત રહેશે.
ગુજરાતમાં વાતાવરણ શાંત: એટલે કે, ગુજરાતમાં રાજ્યોમાં વરસાદ વરસશે પરંતુ અમુક છૂટ છવાયા વિસ્તારોમાં અને ઓછું કે મધ્યમ માત્રામાં. જેના પરિણામે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે કોઈ પણ ચેતવણી જાહેર કરી નથી.
ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના: પરંતુ ઉત્તર ભારતમાં પરિસ્થિતિ અલગ જ છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 6 જુલાઇના રોજ અલગ-અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં 6 અને 7 જુલાઇના રોજ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની ખૂબ જ વ્યાપક સંભાવના છે.
Latest Satellite imagery detects convective clouds leading to possibility of Light to moderate rainfall at a few places accompanied with isolated thunderstorm & lightning over south Jammu division & adjoining Himachal Pradesh-North Punjab, Rajasthanadjoining south Haryana,..(1/3) pic.twitter.com/SsVPTFTs3J
— India Meteorological Department (@Indiametdept) July 5, 2024
ઉત્તરાખંડમાં રેડ અલર્ટ: ઉત્તર ભારતના ઉત્તરાખંડમાં 6 જુલાઇના રોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજ રોજ ત્યાં સાવચેતી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ સાથે દક્ષિણ ભારતના કર્ણાટકની પણ આ જ પરિસ્થિતિ છે જ્યાં હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભારતના અન્ય રાજ્યોમાં સામાન્ય વરસાદ યથાવત રહેશે.