ETV Bharat / state

સુરતના સ્ટડી સેન્ટરો પર ગંભીર આરોપ : VNSGU પૂર્વ સેનેટ સભ્યએ કહ્યું, "મોટું કૌભાંડ ચાલી રહ્યું છે" - Surat Study Centre

સુરત શહેરમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટર બંધ કરાવવા બાબતે VNSGU પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે. ભાવેશ રબારીનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓને બસમાં લઈ જઈને ખાનગી યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે. જાણો સમગ્ર મામલો...

સુરતના સ્ટડી સેન્ટરો પર ગંભીર આરોપ
સુરતના સ્ટડી સેન્ટરો પર ગંભીર આરોપ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 4:39 PM IST

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ સુરતમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટર બંધ કરાવવા બાબતે રાજ્યપાલને પત્ર લખ્યો છે. ભાવેશ રબારીનો આક્ષેપ છે કે, સુરતના વિવિધ વિસ્તારોમાં ચાલતા અનેક સ્ટડી સેન્ટરો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મોકલીને મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

પૂર્વ સેનેટ સભ્ય દ્વારા આક્ષેપ : ભાવેશ રબારીએ પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેરમાં BCA, BBA, MBA, BSC IT અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશનથી ઘણા વિદ્યાર્થીઓ વંચિત છે. આવા વિદ્યાર્થીઓની મજબૂરીનો લાભ ઉઠાવીને બોગસ સ્ટડી સેન્ટરો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર કરે છે. સુરતના વરાછા, યોગીચોક, ઉતરાણ, સરથાણા, કતારગામ અને અડાજણ વિસ્તારમાં આવા સેન્ટરો ચાલી રહ્યા છે. સુરતમાં ખુલ્લેઆમ મોટી મોટી જાહેરાતો અને હોલ્ડિંગ્સ લગાવીને શિક્ષણનો વેપાર ચાલી રહ્યો છે.

પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ (ETV Bharat Reporter)

ખાનગી યુનિવર્સિટી સાથે કનેક્શન : યોગી ચોક વિસ્તારમાં ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ નામના સ્ટડી સેન્ટર દ્વારા 7 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે શિવાય ટ્રાવેલ્સની 2 બસમાં 100 જેટલા વિદ્યાર્થીઓને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની પરીક્ષા પણ લેવામાં આવશે. સુરત શહેરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીના નામે અનેક સ્ટડી સેન્ટરો ચાલી રહ્યા છે. કોલેજ ન હોવા છતાં પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માત્ર પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને મોકલીને એક મોટું કૌભાંડ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ ધમધમી રહ્યું છે.

VNSGU પર નિશાન સાધ્યું : સુરતમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવી તેની સામે પોલીસ ફરિયાદ કરવાની જવાબદારી વીર નર્મદ દક્ષિણ ગુજરાતની છે. છતાં માત્ર તપાસ કમિટી બનાવીને છે, જ્યાં સુધી વિદ્યાર્થીઓ આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં પ્રવેશ નહીં મેળવી લે, ત્યાં સુધી કોઈ કાર્યવાહી તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી નથી.

કુલ સચિવ રમેશદાન ગઢવી (ETV Bharat Reporter)

બોગસ ડિગ્રી કૌભાંડ : આવા સ્ટડી સેન્ટરોમાં બોગસ ડિગ્રી બનાવી આપવાના બનાવ પણ અનેક વખત સામે આવે છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા એક પણ વખત પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી. આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં ભણતા વિદ્યાર્થીઓ અન્ય દેશ જાય કે નોકરી મેળવે તો પાછળથી વિદ્યાર્થી અને તેમના વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ભાવેશ રબારીની માંગ : અગાઉ આ બાબતે યુનિવર્સિટીમાં 11 જુલાઈ 2023 ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટીએ તપાસ કમિટી બનાવીને કોઈ કાર્યવાહી કરી નથી. વધારે વિદ્યાર્થીઓ આવા બોગસ સ્ટડી સેન્ટરનો ભોગ ન બને એટલા માટે તાત્કાલિક અસરથી દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે.

VNSGU સંચાલનનો જવાબ : ભાવેશ રબારીની આ ફરિયાદ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવ રમેશદાન ગઢવીએ જણાવ્યું કે, આ બાબતે એક ફરિયાદ મળી છે અને આ સમગ્ર બાબતે તપાસ પણ કરવામાં આવશે. મહત્વની વાત છે કે જ્યારે કોઈ યુનિવર્સિટીને મંજૂરી મળતી હોય, ત્યારે તેના કાર્યક્ષેત્ર નક્કી થતા હોય છે. જે બાબતની ફરિયાદ મળી છે તે યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર કઈ રીતનું છે તે બાબતે પણ લીગલ એડવાઇઝરને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જ કોઈ કાર્યવાહી કરાશે.

  1. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ: VNSGUમાં થતાં એડમિશન મામલે ઉઠાવ્યા સવાલ
  2. સુરત VNSGUના કુલપતિએ 300 જેટલી કોલેજને તાત્કાલિક BUC અને NOC લેવા માટે આદેશ આપ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.