ETV Bharat / state

રાજકોટના PGVCL કચેરીના કર્મચારીઓ સુતા હોય તેવો વીડિયો વાયરલ, તપાસના આદેશ અપાયા

રાજકોટ PGVCLની કસ્ટમર કેર સેન્ટરમાં રાત્રિના સમયે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ખુરશી ઉપર સૂતા હોય તેવો વીડિયો વાયરલ થતા જ આ મામલે તપાસના આદેશ અપાયા છે.

રાજકોટના PGVCL કચેરીના કર્મચારીઓ સુતા હોય તેવો વિડિયો વાયરલ
રાજકોટના PGVCL કચેરીના કર્મચારીઓ સુતા હોય તેવો વિડિયો વાયરલ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 8 hours ago

રાજકોટ: ઓફિસોમાં કર્મચારીઓ આરામ ફરમાવતા હોય એવા વિડિયો ઘણી વખત સોશિયલ મીડિયામાં ફરતા હોય છે. ત્યારે રાજકોટ PGVCLની કસ્ટમર કેર સેન્ટરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગ્રાહકો ફરિયાદ માટે PGVCLના કસ્ટમર કેર ઓફિસમાં ફોન કરતા હોય છે, પરંતુ તેમનો ફોન ઉઠાવવામાં ન આવતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. ત્યારે રાત્રિના સમયે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓ એક સાથે ખુરશી ઉપર સૂતા હોય તેવો વીડિયો વાયરલ થતા જ આ મામલે તપાસના આદેશ અપાયા છે.

PGVCL કસ્ટમર કેરનો વિડિયો વાયરલ: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના કનક રોડ પર આવેલ PGVCL કચેરીમાં કસ્ટમર કેરમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જે મામલે PGVCLના જુનિયર એન્જિનિયર એ.સી.ધડુકે જણાવ્યું હતું કે, કસ્ટમર કેર સેન્ટરનો રાત્રિનો વીડિયો સામે આવ્યો છે. જો કે, આ વીડિયો કઈ તારીખનો છે તે હજુ ખ્યાલ નથી. આ બાબતે અમારા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ પગલાં લેવામાં આવશે.

રાજકોટના PGVCL કચેરીના કર્મચારીઓ સુતા હોય તેવો વિડિયો વાયરલ (Etv Bharat Gujarat)

ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાશે પગલા: આ મામલે મેનેજિંગ ડિરેકટર પ્રિતી શર્મા દ્વારા તપાસ સોંપવામાં આવેલી છે. ત્યારે વધુમાં તેમેણે ઉમેયું કે, હાલ PGVCL દ્વારા ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ખાતાકીય તપાસ દરમિયાન જેની પણ ભૂલ સામે આવશે, ત્યારે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. PGVCL કસ્ટમર કેરમાં ફરજ બજાવનારા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હોવાનું સામે આવ્યું છે. તેમજ PGVCL દ્વારા બેસ્ટ એજન્સી નામની પેઢીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ સાથે કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવું મહત્વનું બની રહેશે.

આ પણ વાંચો:

  1. રાજકોટ મનપા કરોડોના વેરાની ઉઘરાણી માટે દોડ્યું, સૌરાષ્ટ્ર યુનિ.એ કહ્યું- સરકાર ગ્રાન્ટ આપશે તેમાંથી ચૂકવી દઈશું
  2. રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ સાથે મારામારીની ઘટનામાં PI પાદરીયાને નોટીસ પાઠવી મુક્ત કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.