રાજકોટ: શહેરના અમીનમાર્ગ પર દુકાન ધરવતા ખ્યાતીબેન જયંતીભાઈ સુરેજાએ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચીરાગ જગદીશ ચંદારાણાના નામના યુવક વિરૂદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ અમીન માર્ગ મેઇન રોડ પર વેલ્યુ ફેશન સ્ટુડિયો નામની કપડાની દુકાન ધરાવે અને વ્યવસાય કરે છે. આ દુકાનમાં તેમના ભાગીદાર તરીકે ચિરાગ ચંદારાણા પણ છે અને બંને છેલ્લા ત્રણ વર્ષથી વેપાર વ્યવસાય કરે છે. ખ્યાતી સુરેજા ગત તારીખ 19ના રોજ દુકાનમાં હાજર હતા ત્યારે ચિરાગ ચંદારાણા ત્યાં દુકાનમાં ધસી આવ્યો હતો અને 2 લાખ રૂપિયાની માંગણી કરવા લાગ્યો હતો.
જેથી મહિલાએ કહ્યું કે હું તમને ચેકથી પૈસા આપું છું. આમ કહેતાં ચિરાગ કહેવા લાગ્યો હતો કે, મારે ચેકથી પૈસા નથી જોતા. તું મને અત્યારે જ રોકડા પૈસા આપ બાદમાં તેને પૈસા આપ્યા નહીં જેથી તે અપશબ્દ બોલવા લાગ્યો અને તમાચા મારીને જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઉશ્કેરાયેલો યુવક ચિરાગ મહિલાને બેફામ તમાચા ઝિંકી રહ્યો છે.
ઘટના બાદ મહિલા, ચિરાગ તેમજ માનેલા ભાઈ ગોપાલ દેપાણી, કિશન દેપાણી દુકાને ખર્ચા બાબતે એકબીજા સાથે વાતચીત કરતા હતા, ત્યારે ચિરાગે ફરીવાર ત્રણ ચાર ફડાકા મારી દીધા અને કહ્યું કે, તું મને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ. મારામારી ઘટના મામલે ચિરાગના મામા નિલેષભાઇ અને અમીતાબેન શર્મા વચ્ચે પડતાં સમાધાનમાં થયું હતું.
બાદમાં ફરી રાત્રિના 3 લાખ ચિરાગને રોકડમાં ઘર માટે વાપરવા આપ્યા અને બાદ ફરી વખત ચિરાગ તેની સાથે બાઇક પર દુકાન પર લઇ ગયો અને અને કહ્યું કે, આ ચોપડામાં ભૂલ છે. જેથી આ ચોપડામાં ભૂલ ન હોય અને દુકાનમાં થતો તમામ ખર્ચો તેમણે પોતાની જાતે ચોપડામાં લખ્યો હોવાનું કહેતા આમ છતાં માન્યો નહી અને બોલાચાલી કરી હતી.
દુકાનમાં થયેલા વેપાર બાબતે અવારનવાર ઘરે અને દુકાન આવી હેરાન કરી ગાળો આપી જાનથી મારી નાખાવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.