ETV Bharat / state

Valsad News : લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓને ચેતવતી વલસાડ પોલીસ, વધતી ગુનાખોરી વચ્ચે ક્રાઇમ પ્રિવેન્શન કેમ્પેઇન

વાપીમાં વેપારીઓ અને બેંકિંગ વ્યાવસાયિકો સાથે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ એક બેઠકનું આયોજન કર્યું હતું. લોકસભા ચૂંટણી અને તહેવારોમાં વેપારીઓ ધાડ, લૂંટ, સ્નેચિંગ જેવી ઘટનાઓ સમયે જાગૃત રહે તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

Valsad News : લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓને ચેતવતી વલસાડ પોલીસ, વધતી ગુનાખોરી વચ્ચે ક્રાઇમ પ્રિવેન્શન કેમ્પેઇન
Valsad News : લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓને ચેતવતી વલસાડ પોલીસ, વધતી ગુનાખોરી વચ્ચે ક્રાઇમ પ્રિવેન્શન કેમ્પેઇન
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 7:01 PM IST

ક્રાઇમ પ્રિવેન્શન કેમ્પેઇન

વલસાડ : વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢી, જવેલર્સની દુકાનોવાળા તથા બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ વેપારીઓ/સંચાલકો સાથે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ એક બેઠકનું આયોજન કરી આગામી લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓ સતર્ક રહે ધાડ, લૂંટ, સ્નેચિંગ જેવી ઘટનાઓ સમયે જાગૃત રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

400 જેટલા વેપારીઓ જોડાયાં : વાપીના VIA હોલમાં વલસાડ જિલ્લા પોલીસવડાએ જિલ્લાના આંગડિયા પેઢી, જવેલર્સ સાથે સંકળાયેલ 400થી વધુ સંચાલકો, કર્મચારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવાના હેતુથી તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા અગમચેતીના ભાગરૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગડીયા પેઢી અને જવેલરીના વેંચાણ સાથે કે રોકડ રકમની હેરફેર સાથે સંકળાયેલ સંચાલકો, કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતાં. જેઓને એસપી ડૉ. કરણરાજ વાઘેલાએ આગામી, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેમજ હોળીધુળેટીના તહેવાર અનુસંધાને વલસાડ જિલ્લામાં બનતી અસામાજિક પ્રવૃતિઓ ન બને તેવા અગમચેતીના ભાગરૂપે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ગયા વર્ષે વાપી પોલીસ મથક વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી અને ચાલુ વર્ષે પણ અલગ અલગ સ્થળોએ ચેઇન સ્નેચિંગના બનાવ બન્યા હતાં. જેની તપાસ દરમિયાન કેટલીક મહત્વની કડીઓ ધ્યાનમાં આવી હતી. જેના આધારે આંગડિયા પેઢીના સંચાલકો સોના ચાંદીના જ્વેલર્સ તેમજ કેશ રકમની હેરફેર કરતી પેઢીઓ સાથે સંકળાયેલ તેમના સંચાલકો કર્મચારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું...ડૉ. કરણરાજ વાઘેલા ( એસપી )

ચૂંટણીમાં આચારસંહિતા અંગે માર્ગદર્શન : બેઠકમાં જિલ્લાના 400થી વધુ આંગડિયા પેઢી, જ્વેલર્સ સંચાલકો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ભૂતકાળમાં ગુજરાતના અન્ય શહેરોમાં આંગડિયા લૂંટના બનાવ બન્યા હતાં. તેના અનુભવ વધારે આવી ઘટનાઓ ન બને તે માટે કેવી સલામતી સુરક્ષાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી સમયમાં લોકસભા ચૂંટણી હોય તેને ધ્યાને રાખી રોકડ રકમની હેરફેર દરમિયાન ધ્યાન રાખવામાં આવે તે સંદર્ભે અને આચાર સંહિતા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ તપાસમાં પડતી અડચણો બાબતે ચર્ચા : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં આંગડીયા પેઢી, જવેલર્સની દુકાનોવાળા તેમજ બેંકીગ ક્ષેત્ર તેમજ NBFC (નોન બેંકીગ ફાઇનાન્સ કંપની) સાથે સંકળાયેલ વેપારીઓ તથા પેઢીના આશરે 400થી વધુ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક, બી.એન.દવે તથા વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. સહિતના પોલીસ અધિકારીઓએ પણ પોતાના અનુભવો તેમજ તપાસમાં પડેલ અડચણો વિગેરે બાબતે તકેદારી રાખવા પરિસંવાદ કર્યો હતો. ઉપસ્થિત વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી કરી જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  1. બાલાસિનોર પોલીસ સ્ટેશન દેશમાં નંબર-2 પર, સિદ્ધિને બિરદાવવા યોજાઇ રેલી અને શુભેચ્છા કાર્યક્રમ
  2. Ahmedabad News: ઈવીએમ ડેમોસ્ટ્રેશન કરશે 40 ચૂંટણી રથ, મુખ્ય ચૂંટણી અધિકારીએ કરાવ્યું ફ્લેગ ઓફ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.