ETV Bharat / state

Nari Shakti Vandana: ધરમપુર ખાતે વડાપ્રધાનની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો - MLA Arvind Patel

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી લાલ ડુંગળી વનરાજ કોલેજની પાછળના મેદાનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધરમપુર તાલુકાની મહિલાઓના અનેક સ્વ સહાય જૂથો તેમજ સંકલિત બાળ વિકાસ વિભાગના સહયોગ દ્વારા યોજાયો હતો. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમને સમર્પિત કરાયો હતો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

ધરમપુર ખાતે વડાપ્રધાનની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 6:06 PM IST

ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા

વલસાડઃ 8મી માર્ચના રોજ આવી રહેલા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને સન્માનિત કરવા સમગ્ર ભારતમાં આજે નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ધરમપુરમાં પણ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

5000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી
5000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી

ભાજપ સરકાર મહિલા સશક્તિકરણમાં અગ્રેસરઃ નારી વંદના કાર્યક્રમમાં વર્ચ્યૂઅલી ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલમાં આવી છે. સમગ્ર ભારતની જનતા મારો પરિવાર હોવાનું વડાપ્રધાને નિવેદન કર્યુ હતું.

મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ભાજપ અગ્રણીઓ ઉપસ્થિતઃ ધરમપુર ખાતે વનરાજ કોલેજ પાછળ લાલ ડુંગળી મેદાનમાં આયોજિત નારી વંદના કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત ભાજપના અનેક અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 5 જેટલા સ્વ સહાય જૂથની મહિલાઓમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓને પશુપાલન અને ખેતીમાં પગભર થવા 15લાખ સુધીની સહાય એનાયત કરાઈ હતી. જય અંબે સખી મંડળ ભેંસ ધરાને 6 લાખ, અંબિકા બચત સખી મંડળને 6 લાખની સહાય, જય અંબે સખી મંડળ બારસોલને 6 લાખની સહાય, શિવાની સ્વ સહાય જૂથ રૂપિયા 3 લાખ રુપિયાની સહાયના ચેક અપાયા.

મહિલાઓને સહાય રકમના ચેક એનાયત કરાયા
મહિલાઓને સહાય રકમના ચેક એનાયત કરાયા

આજે વલસાડ જિલ્લામાં પારડી, ધરમપુર, કપરાડા, વલસાડ વિધાનસભા ક્ષેત્રમાં નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ સહાય જૂથોની મહિલાઓને સહાયની રકમના ચેક વિતરણ કરાયા હતા...અરવિંદ પટેલ(ધારાસભ્ય, ધરમપુર)

  1. કુનરીયામાં મહિલા સરપંચની નવતર પહેલ, ગ્રામીણ મહિલાઓના કૌશલ્ય માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
  2. જૂનાગઢ: મહિલાઓ માટે અનોખી સ્પર્ધાનું આયોજન, વસ્ત્ર પરિધાન સાથે તેને સંલગ્ન ભોજન બનાવવાની ચેલેન્જ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.