ETV Bharat / state

Valsad Accident News : પારડી રોડ ઉપર અકસ્માત, પિક અપ અને 2 મોપેડ ટકરાતાં બે યુવકના મોત, એકને ઇજા - પારડી રોડ ઉપર અકસ્માત

પારડી તાલુકાના ચિવલ ગામે કુંભાર ફળીયા નજીક નાનાપોઢા પારડી રોડ ઉપર અકસ્માત થયો હતો. શાકભાજી ભરી જતા એક પિકઅપ ચાલકે એક મોપેડને ટક્કર મારતા 2 યુવકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. જ્યારે એકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો છે.

Valsad Accident News : પારડી રોડ ઉપર અકસ્માત, પિક અપ અને 2 મોપેડ ટકરાતાં બે યુવકના મોત, એકને ઇજા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 3:25 PM IST

પિકઅપ ચાલકે એક મોપેડને ટક્કર મારી હતી

વલસાડ : નાનાપોંઢાથી શાકભાજી ભરીને પારડી તરફ જઈ રહેલી પીકઅપએ મોડી રાત્રે મોપેડ સવાર બે ચાલકને પોતાની અડફેટમાં લેતા બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનોને એકને સરકારી હોસ્પિટલ નાનાપોઢા જ્યારે અન્ય યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે બંનેને તબીબે મૃત જાહેર કર્યા છે.

યુવકો મોબાઈલ રીપેર કરાવવા નાનાપોંઢા આવી રહ્યાં હતાં : એક્ટિવા મોપેડ ઉપર સવાર યુવક હિતેશ શંકર પટેલ અને પ્રદીપભાઈ બંને યુવકો મોડી રાત્રે મોબાઈલ રીપેરીંગ કરવા માટે નાનાપોંઢા આવી રહ્યા હતાં. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી શાકભાજી ભરેલી પીકઅપના ચાલકે સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા આ બંને યુવકોની બાઈકના લીધી હતી. અકસ્માતમાં બંને ધડાકાભેર અથડાયા હતાં. જેમાં મોપેડ કારની બોનેટ ઉપર ચડી ગયું હતું, જ્યારે કાર પણ પલટી જવા પામી હતી આ ઘટનામાં બંને યુવકોને માથા અને હાથ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મોપેડ સાથે ટક્કર થયા બાદ શાકભાજી ભરેલી પીકઅપ પણ પલટી જવા પામી હતી. જીવન ગ્રામ પંચાયતથી થોડીક જ દૂર આવેલ કુંભાર ફળિયા વળાંક નજીક મોપેડ અને બાઈક સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટક્કર માર્યા બાદ શાકભાજી ભરેલી પીકઅપના ચાલકે પણ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા પીકઅપ પલટી જતા પીકઅપમાં ભરેલો મોટાભાગનું શાકભાજી રોડ ઉપર ફેકાયું હતું. બંને યુવાનો મોપેડ લઈને નાનાપોન્ડા ખાતે મોબાઈલ રીપેરીંગ કરાવવા જઈ રહ્યા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ બંને યુવાનો કાકાબાપાના દીકરાઓ છે અને આ બંને યુવકના મોત થયા છે. ત્યારે ગામમાં પણ શોકની લાગણી ફેલાય છે હાલ આ બાબતે પારડી પોલીસને જાણ કરવામાં આવી છે...રાજેન્દ્રભાઈ પટેલ ( સરપંચ, નાના વાઘછીપા )

ઘટના અંગે પારડી પોલીસને જાણ કરાઈ : સમગ્ર ઘટના બનતા સ્થાનિકો અને ઈજાગ્રસ્તોની પાસેથી મળેલા વિવિધ કાગળ જોઈ બંનેની ઓળખ કર્યા બાદ ગામના સરપંચ અને તેમજ પારડી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જે ઘટના બાદ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત બંને વાહનો કબજે કર્યા હતાં. સાથે જ બંને યુવકના મોત અંગે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

  1. Vadodara Accident News : વડોદરા કરજણ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતે પાંચનો ભોગ લીધો
  2. Death Journey: અંબાજીમાં ખાનગી વાહનોમાં કરાવાય છે 'મોત'ની મુસાફરી, તંત્ર કડક પગલાં ભરે તેવી માંગણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.