ધોરાજી (રાજકોટ): સમગ્ર ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનો તેમજ આશા વર્કર બહેનોની ઘણા સમયથી પડતર માંગણીઓ ચાલી રહી છે જેને લઈને અનેક વખત રજુઆત કરેલ અને વિરોધ પ્રદર્શીત કરેલ છેઃ છતાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના બજેટમા આ તમામ કામ કરતી બહેનો માટે આ બજેટમા કોઈ આંગણવાડી બહેનો કે આશા વર્કર બહેનોની પડતર માંગણીઓને લઈને રાહત આપવામાં આવી નથી તેવી હોવાનું મહિયાઓ દ્વારા જણાવાયું છે.
સરકારના બજેટમા કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરતા બહેનોમા રોષ અને નિરાશા જોવા મળેલ છે ત્યારે ફરી આંગણવાડીની મહિલાઑ અને આશા વર્કર બહેનોએ વિરોધના શુર શરૂ કરીને તેઓની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે ત્યારે આ વિરોધનાં ભાગરૂપે ધોરાજીમા અંદાજે 100 થી પણ વધારે બહેનો એકત્રિત થઈને સરકાર સામે બાયો ચડાવી છે અને ધોરાજીના બાવલા ચોક પાસે આવેલ જનતા બાગમા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરેલ છે. મહિલાઓની માંગણીઓને લઈને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરેલ છે અને સાથે બે દિવસ તેઓની તમામ પ્રકારની કામગીરીઓ બંધ રાખી વિરોધ પ્રદર્શિતમાં જોડાય છે ત્યારે આ સાથે જો આગામી સમયમા સરકાર કોઈ નક્કર પરિણામ નહી આપેતો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ છે.
આંગણવાડીની મહિલાઓ અને આશા વર્કરોના આંદોલન અને વિરોધ તેમજ તેઓની મંગણીઓને લઈને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધોરાજી-ઉપલેટા વિધાનસભાના માજી ધારાસભ્ય લલિત વસોયા મહિલાના ચાલી રહેલા વિરોધ આ પ્રદર્શનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેઓને સમર્થન આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ આંદોલનને કોગ્રેસનુ ખુલુ સમર્થનની જાહેરાત રાજકોટ જીલ્લા કોગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કરી છે અને સમર્થન સાથે આંગણવાડી બહેનો આશા વર્કર બહેનોની મુલાકાત લઈને આ આંદોલનને સમર્થન આપ્યુ છે.