ETV Bharat / state

સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે મૃત નવજાત મળ્યાં, સારવાર માટે આવેલી મહિલાને અધુરે મહિને ગર્ભપાત

સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે મૃત નવજાત બાળકો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સારવાર માટે આવેલી મહિલાને અચાનક બ્લીડિંગ શરૂ થતા ગર્ભપાત થયો હતો.

નવી સિવિલ હોસ્પિટલ
નવી સિવિલ હોસ્પિટલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 8:16 PM IST

સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે મૃત બાળકો મળી આવ્યા હતા. જ્યાં ડિંડોલી વિસ્તારની એક 27 વર્ષીય મહિલા સારવાર માટે હેસ્પિટલમાં આવી હતી. જો કે મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. મહિલા વહેલી સવારે ટોયલેટ ગઈ હતી ત્યારે બ્લીડિંગ થતા ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે. મહિલાની સિવિલ હોસ્પિટલના લેબર વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

બે મૃત નવજાત મળી આવ્યા: સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે મૃત બાળકો મળી આવ્યા હતા. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.કેતન નાયકે જણાવ્યું કે, ડિંડોલી વિસ્તારની એક 27 વર્ષીય મહિલા જેઓની સવારે 7:30 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ આવી હતી. અહીં તે વૉશરૂમમાં ગઈ જ્યાં તેને અચાનક જ ડિલિવરી થઇ ગઈ હતી. આશરે 4 માસના બે બાળકોના ભૃણ મળી આવ્યા હતા.

સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે નવજાત બાળકો મળી આવ્યા (ETV Bharat Gujarat)

જે બાબતની જાણ થતાં જ હોસ્પિટલના ગાયનેકના ડોક્ટર્સ તાત્કાલિક વૉશ રૂમ પાસે આવી પહોંચ્યા હતા. મહિલાને તાત્કાલિક લેબર વોર્ડમાં લઇ ગયા હતા જ્યાં હાલ મહિલાની સારવાર ચાલુ છે. મહિલાને સતત બ્લીડિંગ થતું હતું. તેની સારવાર માટે મહિલા હોસ્પિટલ આવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં 10 ફૂટ ઉંડા ખાડામાં પડવાથી બાળકીનું મોત, વટવામાં EWS આવાસો તોડવાની કામગીરી દરમિયાન ઘટના
  2. સુરતમાં દુષ્કર્મની વધુ એક ઘટના ! ઘરકામ કરવા આવેલી સગીરા પર ઘરમાલિકે દુષ્કર્મ કર્યાનો આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.