ETV Bharat / state

બાલાસિનોરમાં ત્રિપલ અકસ્માત, મહિલા કોન્સ્ટેબલ સહિત બેના મોત - Triple accident in Balasinore - TRIPLE ACCIDENT IN BALASINORE

બાલાસિનોર વિરપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર અને એક્ટિવા સહિત બાઈકનો ત્રિપલ અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ અર્થે બાલાસિનોર સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા.

બાલાસિનોરમાં ત્રિપલ અકસ્માત
બાલાસિનોરમાં ત્રિપલ અકસ્માત
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 9:56 AM IST

મહિસાગર : માર્ગ અકસ્માતની ઘટનામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બાલાસિનોર વિરપુર રોડ પર ફગવા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગમખ્વાર અકસ્માત : મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ફગવા પાસે ગુરુવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, એક્ટિવા અને મોટર સાયકલ ધડાકાભેર અથડાયા હતા. કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર તુલસીબેન ફંગોળાયા હતા. વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ તુલસીબેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અન્ય એક મૃતક યુવકની ઓળખ ન થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બે વ્યક્તિના મોત : અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસની ટીમ દ્વારા બંને મૃતકોના મૃતદેહને બાલાસિનોર હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી : આ બનાવ અંગે બાલાસિનોર ટાઉન પોલીસે હીટ એન્ડ રન પ્રમાણે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કાર ચાલક બાલાસિનોર સ્થિત હુંડાઈ કાર શોરૂમમાં મેનેજર હોવાનું સામે આવ્યું છે.

  1. Mahisagar Accident : સરકારી બાબુ નશામાં ધૂત બનીને કાર સાથે અકસ્માત સર્જીને વકીલના પરિવારને ધમકાવ્યો
  2. Mahisagar Accident : લુણાવાડામાં ટેમ્પો ખાઈમાં ખાબક્યો, 5થી વધુ જાનૈયાઓના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.