સુરત: શહેરમાં ફરી એક 5 વર્ષની નાની બાળકી સાથે શારીરિક અડપલાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે આ વખતે પાંચ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર વ્યક્તિ કોઈ બીજો નહીં પરંતુ સગા નાના નીકળ્યા છે. સગાં નાના અડપલા કરતા હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પૂર્વ પતિએ પત્ની અને તેના માતા-પિતા સામે આરોપો મુકતા પોલીસે તપાસ આદરી છે. 1 જાન્યુઆરી 2024 થી લઈ દિન સુધી સુરત શહેરમાં 13 દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી 10 કેસમાં પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમરોલી નજીકના છાપરાભાઠા ખાતે રહેતા 30 વર્ષીય માતાને સંતાનમાં 5વર્ષની દીકરી અને 2 વર્ષનો પુત્ર છે. વારંવાર ઘરકંકાસ થતો હોય વર્ષ 2022માં પતિ સાથે છૂટાછેડા લઇ તેણી અહીં પિયરમાં માતા- પિતા સાથે રહવા ચાલી આવી હતી. જોકે, પતિ ક્યારેક-ક્યારેક બંને બાળકોને રમાડવા પોતાના ઘરે લઈ જતો હતો. દરમિયાન મીનાબેનના પૂર્વ પતિએ અમરોલી પોલીસ મથકમાં સંગીન આક્ષેપો સાથે ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મીનાનો પતિ બંને બાળકોને પોતાની સાથે તેના ઘરે લઇ ગયો હતો ત્યારે બાળકીએ ગુપ્ત ભાગે ખંજવાળ આવતો હોવાની ફરિયાદ કરી હતી. જેથી મીનાબેનના પતિએ મેડિકલમાં દવા લાવી દીકરીના ગુપ્ત ભાગે લગાડતા બાળકીએ કહ્યુ હતુ કે," નાના આ રીતે અનેક વખત આ ભાગ પર હાથ લગાડે છે.જે વાત સાંભળી પિતા સ્તંબધ થઇ ગયા હતા.
વીડિયો કોલ કરી પૂર્વ પતિએ મીનાબેન અને તેની માતાને આ અંગે જાણ કરી
પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પિતાએ સગાં નાના બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી વ્યભિચાર કરતા હોય વીડિયો કોલ કરી પૂર્વ પતિએ મીનાબેન અને તેની માતાને આ અંગે જાણ કરી હતી. અને અમરોલી પોલીસે આ મામલે અરજી કરી હતી. જેના આધારે બળાત્કાર, પોક્સો તથા એટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો નોંધી ગુાન સંબંધિત પુરાવા એકત્રિત કરવા કવાયત હાથ ધરી છે.
બળાત્કારના કુલ 13 કેસ નોંધાયા
અત્રે ઉલ્લેખનીય છે કે 01 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં શહેરના પોલીસ સ્ટેશનોમાં બળાત્કારના કુલ 13 કેસ નોંધાયા છે, જેમાંથી 10 કેસમાં પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય છેડતીના કુલ 26 કેસ નોંધાયા છે જેમાં 11 કેસમાં પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.