અમદાવાદ: આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં તાળા તોડીને ચોરી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે, ત્યારે તેમનું માનવું છે કે, અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થઈ છે.
ટીમ રજા પર હતી ત્યારે કાર્યાલયમાં તાળા તૂટ્યા: અમદાવાદના આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ચોરી થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જણાવી રહ્યા છે કે, "ગુજરાતમાં આમ આદમીનું ઘર તો ઠીક પરંતુ આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ સુરક્ષિત નથી. વધુમાં ઇસુદાને જણાવ્યું હતું કે, ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાંથી મને ફોન આવ્યો કે. જ્યારે ટીમ રજા ઉપર હતી. ત્યારે તાળા તોડીને આમ આદમી પાર્ટીના કાર્યમાંથી ચોરી થઈ છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એવું તો કશું હશે નહીં સ્વાભાવિક છે કે, રોકડ રકમ ન હોય, સોનું ન હોય, તો ચોરીની ભાવના શું હશે ?
LED TV સહિત અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થઈ: વધુમાં ઈસુદાન ગઢવી જણાવે છે કે, "આમ આદમી પાર્ટીના કાર્યાલયનો બહારનો દરવાજો લોક હતો. તેને તોડવામાં આવ્યો. આ ઉપરાંત કાર્યાલયની અંદર ઓફિસનો જે દરવાજો છે તે તોડવામાં આવ્યો હતો, તેની ઉપર કોન્ફરન્સ રૂમ અને મારી ચેમ્બરનો લોક તોડીને LED TV સહિત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાઈ ગયા હોવાની શંકા અત્યારે આવી રહી છે."
ઓફિસમાં સ્ટ્રેટેજી પ્લાનિંગના ડોક્યુમેન્ટ હતા: ઇસુદાન ગઢવી જણાવે છે કે, "આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં અમારી સ્ટ્રેટેજી પ્લાનિંગના ડોક્યુમેન્ટ હશે, ભવિષ્યના પ્લાનિંગના ડોક્યુમેન્ટસ હશે આના સિવાય બીજું શું હશે. કાર્યાલયમાં ત્યારે આ ચોરી થઈ છે તે ખૂબ ગંભીર બાબત છે.
મુખ્યમંત્રી નોંધ લઇને એક્શન લે: ઇસુદાન ગઢવી: આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ ભાજપ સરકાર ક્યાં લઈ જશે. ગુજરાતને તે ખબર નથી. તુરંત મુખ્યમંત્રીએ મીટીંગ કરીને આ જે ચોરીઓ થઈ રહી છે. તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ કોણ ચોરી કરી રહ્યું છે, તેની નોંધ કરીને એક્શન લેવા જોઇએ.
આ પણ વાંચો: