વલસાડ: જિલ્લાના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં થયેલી હત્યાનો ભેદ વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. જેમાં આરોપીએ મૃતક પર હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પત્નીના પ્રેમીની કરપીણ હત્યાનો આરોપ : મળતી માહિતી મુજબ પતિને પત્નીના બીજા અન્ય પુરુષ સાથે પ્રણય સંબંધ હોવાની જાણ થઇ હતી અને પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇ લેતા પતિએ પ્રેમીને હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી પતિ પત્નીને લઇને ફરાર થઇ ગયો હતો. પ્રેમી કામ અપાવવાને બહાને મહિલા અને તેના પતિને વલસાડ બોલાવીને જલારામ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં કામ અપાવીને પ્રેમી મહિલા સાથે પ્રેમ વધુ ગાઢ બનાવવા માગતો હતો.
પોલીસે આરોપી અને પત્નીને ઝડપી લીધા: પતિએ ઉશ્કેરાઇ જઇને પ્રેમી પપ્પુ પાસવાનનું ઢીમ ઢાળી દીધું હતું. આરોપીએ પ્રેમીના માથા અને ચહેરા પર ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતા આરોપી પતિ પોતાની પત્ની સાથે તેના વતન ભાગી ગયો હતો. જોતે પોલીસે આરોપી અને તેની પત્નીને જલગાંવ નજીકથી ઝડપી લીધા હતા. આમ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી દીધો હતો.
આ પણ વાંચો: