અમરેલી: જીલ્લો ગીરકાંઠા નો જિલ્લો ગણવામાં આવે છે અને અમરેલી જિલ્લામાં મોટાભાગના પ્રવાસીઓ અને દિવાળીના માહોલને લઈને સ્થાનિક લોકો સુરત અમદાવાદ વડોદરા ભરૂચ અને મુંબઈથી આવે છે, તેઓ રાત્રિ તેમજ દિવસ દરમિયાન જંગલ વિસ્તારની અંદર લટાર મારવા નીકળતા હોય છે. જે માટે વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વન વિભાગનું જંગલમાં પેટ્રોલિંગ: DCF રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસી અને સ્થાનિક લોકો આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ સિંહની પજવણી ન કરે માટે દિવાળીના તહેવારોને લઈને વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય તેમજ લાઈવ શો જેવા કે, સિંહની પજવણી, સિંહની પાછળ ગાડી દોડાવવી, લાઈટ કરી સિંહને પરેશાન કરવા સહિતના ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું: ધારી ગીર પૂર્વ વન વિભાગ વિસ્તારમાં આવેલ રેન્જમાં વન વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અને હાલ સિંહના વસવાટ વિસ્તારમાં ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ કરવામાં ન આવે જેની તકેદારી રાખીને પેટ્રોલિંગ કરવામાં આવે છે. ગેરકાયદેસર પ્રવૃતિ કરતા લોકો પર વન વિભાગ સતત નજર રાખે છે.
સિંહને પજવતા લોકો સામે વન વિભાગની કાર્યવાહી: સિંહની પજવણી કે ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરે તો તેની સામે કાર્યવાહી વન વિભાગ કરશે. સાથે જ ગીર વિસ્તારમાં આવેલ જંગલ વિસ્તારમાં પસાર થતા પ્રવાસીઓ અને લોકો પસાર થતા સમયે કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક કે ઘન કચરો ન નાખવો તેમજ વન વિભાગમાં પસાર થતા સમયે કોઈ પણ વન્ય પ્રાણી કે પક્ષીને કોઈ પણ પ્રકાર નો ખોરાક ન નાખવા અપીલ કરવામાં આવે છે.
આ પણ વાંચો: