ETV Bharat / state

અતિ ભારે વરસાદની આગાહીને પગલે સોરઠ પંથક 48 કલાકથી કોરો ધાકોર, બફારાના પ્રમાણમાં વધારો - Gujarat weather update - GUJARAT WEATHER UPDATE

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી બાદ પણ સોરઠ પંથક પાછલા 48 કલાકથી કોરો ધાકોર જોવા મળી રહ્યો છે. રવિવારે જૂનાગઢમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આજે 48 કલાકનો સમય વીતવા છતાં વરસાદ જોવા મળતો નથી જેને પગલે ફરી એક વખત બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. Sorath Panthak has been in a dry spell for 48 hours

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 3:20 PM IST

રવિવારે જૂનાગઢમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો (ETV Bharat Gujarat)

જૂનાગઢ: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. ત્યારે આવનારા 24 કલાક દરમિયાન જૂનાગઢ સોમનાથ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેની વચ્ચે પાછલા 48 કલાકથી સમગ્ર સોરઠ પંથક વરસાદ વગર કોરો જોવા મળે છે.

નોંધપાત્ર વરસાદનું પ્રમાણ
નોંધપાત્ર વરસાદનું પ્રમાણ (ETV Bharat Gujarat)

રવિવારે જુનાગઢ જિલ્લાના મેંદરડા વિસાવદર અને જુનાગઢ શહેરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ત્યારબાદથી વરસાદે વિરામ લીધો છે. અને ફરી એક વખત અસહ્ય બફારાનું વાતાવરણ ઊભું થયું છે. રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. અને બે કલાક દરમિયાન એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લેતા ફરી એક વખત અસહ્ય બફારાનું પ્રમાણ પણ જોવા મળે છે.

સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ
સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ (ETV Bharat Gujarat)

વિસાવદર મેંદરડામાં નોંધપાત્ર વરસાદઃ પાછલા 48 કલાકની વાત કરીએ તો વિસાવદર તાલુકામાં 124 mm, મેંદરડામાં 91 mm, જુનાગઢમાં 60 mm, માળિયા હાટીના માં 40 mm, કોડીનારમાં 17 mm, સુત્રાપાડા મા 06 mm, વેરાવળ પાટણ માં 16 mm, તાલાળામાં 64 mm અને કેશોદમાં 10 mm ની સાથે માંગરોળમાં 11 mm,ઉનામાં 03 mm અને ગીર ગઢડામાં માત્ર 01 mm વરસાદ નોંધાયો છે.

ઉપરાંત, આજે ફરી એક વખત હવામાન વિભાગે સમગ્ર સોરઠ પંથકમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેની વચ્ચે આજે સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ વરસાદ પડે તે પ્રકારનું વાતાવરણ હજુ સુધી સર્જાયું નથી જેને કારણે ગરમી અને બફારાના પ્રમાણમાં પણ ખૂબ વધારો થયો છે.

  1. રાજકોટ મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલતા મેઘરાજા, એક ઈંચ વરસાદ મવડી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ - Rain in Rajkot
  2. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા : અશ્વિન, સુકેત અને ધામની નદી બે કાંઠે વહેતી થઈ - Gujarat weather update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.