ETV Bharat / state

સુરતમાં લગ્નેતર સંબંધનો લોહિયાળ અંત, પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા - Surat wife killed her husband

સુરત રેલવે સ્ટેશન નજીક એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન જે વિગતો હતી તે ચોંકાવનારી છે. કારણ કે મૃતકની હત્યા ખુદ તેની પત્નીએ કરી છે. જાણો સમગ્ર મામલો

સુરતમાં લગ્નેતર સંબંધનો લોહિયાળ અંત
સુરતમાં લગ્નેતર સંબંધનો લોહિયાળ અંત
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 11:48 AM IST

Updated : Apr 5, 2024, 5:13 PM IST

સુરતમાં લગ્નેતર સંબંધનો લોહિયાળ અંત

સુરત : સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી પાર્સલ ઓફિસ પાસે એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. આ બનાવમાં યુવકની હત્યા કરનાર કોઈ અન્ય નહીં પરંતુ મૃતકની પત્ની અને અન્ય શખ્સ હતો. બંને આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

37 વર્ષીય યુવકની હત્યા : સુરત શહેરના સુમુલ ડેરી રોડ વિસ્તાર ખાતે આવેલા રેલવે પાર્સલ ઓફિસ નજીક એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે 37 વર્ષીય શેરૂ યાદવ છે, જે રીક્ષા ચાલક હતો. યુવકની હત્યા કોણે કરી તે અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.

હત્યાનો ભેદ ખુલ્યો : પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, શેરૂ યાદવની હત્યા કોઈ અન્ય નહીં પરંતુ તેની પત્ની અને તેના પ્રેમીએ કરી છે. પોલીસે દ્વારા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતકની પત્ની અને તેના પ્રેમી રામ અરજુન યાદોની ધરપકડ કર્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બંનેએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તેમણે જ શેરૂ યાદવની હત્યા કરી હતી.

લગ્નેતર સંબંધનું લોહિયાળ પરિણામ : આ સમગ્ર મામલે DCP પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, રેલવે પાર્સલ ઓફિસ નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, તે અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે જેમાં મૃતકની પત્ની અને તેનો પ્રેમી સામેલ છે. તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે, શેરૂની પત્ની અને તેના પ્રેમી વચ્ચે છેલ્લા છ મહિનાથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ શેરૂને થતાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તેથી પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને શેરુની હત્યા કરી હતી.

  1. સુરતમાં બહેન સાથે મિત્રનો પ્રેમસંબંધ હોવાની શંકાએ મિત્રએ મિત્રની હત્યા કરી - Surat Crime
  2. ઓલપાડમાં સગીરા સાથે છેડતીનો બનાવ, આરોપીને પોલીસે દબોચ્યો - Surat Crime

Last Updated : Apr 5, 2024, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.