સુરત: એકબાજુ સુરત પોલીસ દ્વારા ગુનેગારોને પકડી તેઓના સાન ઠેકાણે લાવવા માટે તેમનો વરઘોડો કાઢી રહી છે, ત્યારે આજે વરાછા પોલીસની માનવતા ભરી કામગીરી સામે આવી છે. પોલીસ એકલવાયું જીવન જીવતા માનસિક દિવ્યાંગ વૃદ્ધાને સહારે આવી છે.
શું છે સમગ્ર ઘટના: પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા પોલીસ સ્ટેશન નજીક આજે એક ઓટોરિક્ષા ચાલકે એકલવાયું જીવન જીવતા માનસિક દિવ્યાંગ વૃદ્ધાને ઉતારીને જતા રહ્યા હતા. તે દરમિયાન વૃદ્ધાને ત્યાં એકાએક ચક્કર આવી જતા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. જે જોતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
તેજ સમયે ત્યાંથી પસાર થતી પીસીઆર વાન ત્યાં ઉભી રહી ગઈ અને તે તાત્કાલિક વૃદ્ધાને પાણી છાટી હોશમાં લાવામાં આવ્યો હતો. પરંતુ તેઓ કોઈને ઓળખી શકતા ન હતા. જેથી પીસીઆર વાન ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કંટ્રોલની જાણ કરવામાં આવી હતી. જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતેથી ત્રણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ત્યાં આવી પહોંચ્યા હતા.
સુરત પોલીસની સરાહનીય કામગીરી: તેઓને વૃદ્ધા પાસેથી એક નાનકડી ડાયરી મળી આવી હતી. જેમાં પરિવારનો નંબર મળી આવ્યો હતો. જેથી પોલીસ વૃદ્ધાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં થોડાક સમય બાદ પરિવાર પણ આવી પહોંચ્યું હતું. થોડી વારમાં વૃદ્ધા પરિવારને જોતા રડવા લાગી હતી અને તેમને બધું યાદ પણ આવી ગયું હતું. અંતે પરિવારે વરાછા પોલીસનો આભાર માન્યો હતો. જોકે પરિવારમાં વૃદ્ધાના પતિ નહિ પરંતુ આજુબાજુના લોકો તેમનો પરિવાર હતા. વૃદ્ધાએ પોલીસનો આભાર માની તેમના આશીર્વાદ પણ આપ્યા હતા.
આ પણ વાંચો: