સુરત: SVNIT ના બે વિદ્યાર્થીઓએ ભેગા મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AI-ની મદદથી કચરાના વિભાજન માટે 'સ્વચ્છ AI' નામનું ડિવાઈસ તૈયાર કર્યું છે. જેનો ઉપયોગ બસ-રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, સરકારી ઓફિસ તેમજ જાહેર સ્થળો પર થઈ શકશે. આ જગ્યાઓ પર ભેગો થતો કચરો આ ડિવાઈસ જાતે જ અલગ કરી દેશે. આગામી સમયમાં અમદાવાદના રેલ્વે સ્ટેશન પર આ ડિવાઈસને પ્રાયોગિક ધોરણે મુકવામાં આવશે.
SVNITના બે વિદ્યાર્થી એલ્સ્ટન ફર્નાન્ડિસ અને કુશલ મુદલિયારે જાહેર સ્થળો પર કચરાને સીધુ વિભાજન કરી શકાય તે માટે સ્વચ્છAI નામનું ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસને બસ-રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, સરકારી ઓફિસ તેમજ જાહેર સ્થળોની કચરાપેટી કે જ્યાં સિંગલ યુઝ વેસ્ટ આવતો હોય ત્યાં લગાવી શકાય છે. ડિવાઈસમાં રહેલો કેમેરો અને સેન્સર કચરાની ઈમેજ લેશે અને AIને મોકલી આપશે. ત્યારબાદ AIમાંથી કમાન્ડ મળ્યા બાદ કચરાનું વિભાજન અલગ અલગ કેટેગરીમાં થશે. જેમાં પ્લાસ્ટિક, મેટલ , પેપર, મલ્ટી લેયર પ્લાસ્ટિક જેવી અલગ 17 વેસ્ટ કેટેગરીનો સમાવેશ થાય છે.
એલ્સ્ટન ફર્નાન્ડિસએ જણાવ્યું હતું કે, આ મશીનમાં પ્રોગ્રામિંગ સેટ કરવામાં આવી છે જ્યારે એને કમાન્ડ આપવામાં આવે છે ત્યારે તે પોતાની રીતે જ વેસ્ટ મેનેજમેન્ટ કરે છે. જેમાં વેસ્ટ મેનેજમેન્ટ સમય લાગે છે તેમાં 40 ટકા બચત થશે અને કાર્ય પણ ઝડપી થશે. આઈડિયાની પસંદગી બાદ એક્સપર્ટ પાસેથી રિવ્યુની સાથે ઈનોવેશનની વિશેષતા, નોવેલ્ટી, એડવાન્સ ટેકનોલોજી, સમાજના મોટા વર્ગને ફાયદો થવો જોઈએ અને વેલ્યૂ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. અને ત્યારબાદ સ્ટાર્ટઅપને એક્ઝિક્યુટ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. અમારું મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન ની મદદ મોટાભાગે સહકારાત્મક કાર્યમાં કરી શકાય અને તેનાથી લોકોને લાભ થઈ શકે એ છે.
વેસ્ટને રિસાઈકલ માટે મોકલી આપવામાં આવશે.
આગામી સમયમાં અમદાવાદના રેલ્વે સ્ટેશન પર આ ડિવાઈસને પ્રાયોગિક ધોરણે મુકવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન વેસ્ટ કલેકશનના ડેટા મેળવવામાં આવશે અને ત્યારબાદ વેસ્ટને રિસાઈકલ માટે મોકલી આપવામાં આવશે. જેમાંથી બેન્ચ, ટલ્સ, શોપિંગ બેગ જેવી વસ્તુઓ બનાવી શકાશે.
SSIP હેઠળ 2.5 લાખની ગ્રાન્ટ મળી
વેસ્ટ મેનેજમેન્ટને લઈને સરકાર સક્રિય પ્રયાસ કરે છે પરંતુ લોકોનો સહયોગ એટલો મળતો નથી એટલા માટે ટેકનોલોજીની મદદથી કચરાના વિભાજન માટે આ ડિવાઈસ બનાવ્યું છે. જેને બનાવતા 7-8 મહિનાનો સમય લાગ્યો છે. આ માટે SSIP હેઠળ 2.5 લાખની ગ્રાન્ટ પણ મળી છે. આગામી સમયમાં સુરતના જાહેર સ્થળો પર પણ આ ડિવાઈસનો ઉપયોગ થઈ શકે તે માટે વાતચીત ચાલુ છે.