સુરત: તહેવારની ઉજવણી માટે બહોળી સુરતથી લોકો હર વર્ષે પોતાના માંદરે વતન પહોંચે છે. અને આના માટે સુરત ST વિભાગ વર્ષોથી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરતું હોય છે. ત્યારે મુસાફરોની સુખ સુવિધા માટે ST વિભાગે હોળી-ધુળેટી પહેલાં 4 દિવસ એક્સ્ટ્રા ઓપરેશન ચલાવવાનો નિર્ણય કરાયો હતો. જેને ખૂબ સરા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળ્યો છે. એક્સ્ટ્રા ઓપરેશનમાં ઝાલોદ જનારા પ્રવાસીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતથી કુલ 555 ટ્રીપ રવાના થઈ હતી. જેનો લાભ 29,387થી વધુ મુસાફરોએ લીધો. જેમાં પ્રથમ ક્રમે સુરતથી ઝાલોદ માટે 263 ટ્રીપ ઉપડી હતી. જેમાં 13,929 પ્રવાસીઓ નોંધાયા હતાં. જ્યારે બીજા ક્રમે દાહોદ માટે 198 ટ્રીપ ઉપડી હતી. જેમાં 10,300 મુસાફર નોંધાયા હતા. રામનગરથી ઝાલોદ માટે 77 ટ્રીપ ઉપડી હતી અને 4,200થી વધુ મુસાફર નોંધાયા હતા. છોટાઉદેપુર માટે 8 ટ્રીપ 423 પેસેન્જર સાથે ઉપડી હતી.
કુલ 555 ટ્રીપ રવાના થઈ: ઉત્તર ગુજરાતના દાહોદ, ઝાલોદ, ગોધરા, લુણાવાડા, ક્વાંટ, છોટા ઉદેપુર અને એમદાવાદ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન અને રામનગરથી 4 દિવસ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન ST વિભાગે તારીખ 20મી શરૂ કર્યું હતું. સુરત ST વિભાગ દ્વારા 550 બસ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસમાં સુરત ST વિભાગ દ્વારા 555 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં કુલ 29,387 મુસાફરો સુરતથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં પહોંચ્યા હતા. આ એકસ્ટ્રા બસોના સંચાલનના પગલે સુરતથી વિભાગને 90.64 લાખ રૂપિયાની આવક થઈ હતી.