સુરતઃ ડભોલી બ્રિજ પર એક મહિલા આત્મહત્યા કરવા પહોંચી હતી. તેણી ગ્રિલ પણ કૂદી ગઈ હતી. જોકે, પોલીસે સમયસર પહોંચી મહિલાનો હાથ પકડી રાખી સમજાવી બ્રિજ પર પરત લાવી બચાવી લીધી હતી. આપઘાત કરવા પાછળનું કારણ પૂછતાં મહિલાએ પતિ સાથે અણબનાવ થતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી ફરી આવું ન કરવા સમજાવવામાં આવી હતી.
પતિ સાથે અણબનાવઃ આ મહિલા તાપીના ધસમસ્તા પ્રવાહમાં કૂદવા ડભોલી બ્રિજ પર પહોંચી હતી. પોલીસે સમયસર પહોંચી મહિલાને સમજાવી બ્રિજ પરથી ઉતારી લીધી હતી. આપઘાત કરવા પાછળનું કારણ પૂછતાં મહિલાએ પતિ સાથે અણબનાવ થતો હોવાનું જણાવ્યું હતું.
આત્મહત્યાની ઘટનામાં વધારોઃ સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં રોજ 3 જેટલા આપઘાતના બનાવો બની રહ્યા છે. જ્યારે કેટલાકને બચાવવામાં પણ સફળતા મળે છે. આસપાસના લોકો, ફાયર અને પોલીસની સતર્કતાના કારણે આપઘાત કરવા માંગતા માનવીનો જીવ બચાવી લેવામાં આવે છે.