ETV Bharat / state

New Born Girl Child Found: કતારગામમાં નવજાત બાળકી ત્યજાયેલ હાલતમાં મળી આવી, માત્ર 1 મહિનામાં 3જો બનાવ - Ants on the Body

સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી નવજાત બાળકીને ત્યજી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાળકીના રડવાનો અવાજ સાંભળીને એક્ઠા થયેલા લોકોએ તેણીને 108 એમ્બ્યુલન્સ મારફતે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Surat New Civil Hospital New Born Girl Child Found NICU

કતારગામમાં નવજાત બાળકી ત્યજાયેલ હાલતમાં મળી આવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 8:04 PM IST

બાળકીને એનઆઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે

સુરતઃ કતારગામ વિસ્તારમાં એક દિવસ અગાઉ જન્મેલ બાળકીને ત્યજી દેવાની શરમજનક ઘટના ઘટી છે. બાળકીના શરીર પર કીડીઓ ફરી રહી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળતા જ લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ 108 મારફતે બાળકીને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. સુરતમાં માત્ર 1 મહિનામાં આ 3જો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે.

અનાથ આશ્રમ નજીક બનાવ બન્યોઃ કતારગામના અનાથ આશ્રમ નજીક જ એક દિવસની નવજાત બાળકી રસ્તા પર મળી આવી હતી. આ બાળકીના શરીર પર કીડીઓ કરડવાને લીધે તે કણસી રહી હતી. તેણીના રડવાનો આવાજ સાંભળીને રાહદારીઓ એક્ઠા થઈ ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીને એનઆઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને અંગે જાણ કરવામાં આવી છે.

કતારગામ વિસ્તારમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. જેના શરીરે ઉઝરડા હતા અને કીડીઓએ કરડી હતી. હાલ તેણીને એન.આઈ.સી.યુમાં દાખલ કરાઈ છે. અહીં ડોક્ટરો દ્વારા તેણીની કાળજી લેવામાં આવી રહી છે. ફરધર રિપોર્ટ કરવામાં આવશે તે પ્રમાણે તેણીને યોગ્ય સારવાર આપવામાં આવશે...ડૉ.ગણેશ ગોવેલકર(સુપ્રીન્ટેનડન્ટ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, સુરત)

બાળકીની ઉંમર 1થી 2 દિવસની હોય તેમ લાગી રહ્યું છે. તેમજ પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોવાની પણ સંભાવના છે. બાળકીનું વજન 1કિલો 800 ગ્રામ છે. એક્સરે સહિતની તમામ કામગીરી અને તપાસ કરવામાં આવી રહી છે...ડૉ. પ્રફુલ્લ(આસિ. પ્રોફેસર, એનઆઈસીયુ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, સુરત)

  1. Patan Crime : પાટણમાં છ મહિનામાં બીજીવાર ત્યજી દીધેલ નવજાત મળ્યું, પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ
  2. Rajkot Crime : રુખડીયાપરામાં ત્યજાયેલું બાળક મળી આવ્યું, પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.