ETV Bharat / state

સુરત શહેરમાં રોગચાળાના લીધે 28 વર્ષીય મહિલા અને 2 વર્ષના માસુમ બાળકનું કરુણ મૃત્યુ, તંત્ર એક્શનમોડમાં - Surat Mu Corpo Epidemic

સુરત શહેરમાં રોગચાળો ફરીથી વકર્યો છે. રોગચાળામાં 28 વર્ષીય મહિલા અને 2 વર્ષના માસુમ બાળકનો ભોગ લેવાયો છે. ઝાડા-ઉલટી બાદ કરુણ મૃત્યુ થતાં સુરત મહા નગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય ટીમે 200 જેટલા ઘરોનો સર્વે પણ હાથ ધર્યો છે. Surat Mu Corpo Epidemic

સુરત શહેરમાં રોગચાળાના લીધે 2ના મોત
સુરત શહેરમાં રોગચાળાના લીધે 2ના મોત
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 7:04 PM IST

સુરત શહેરમાં રોગચાળાના લીધે 2ના મોત

સુરત: ઉનાળાની શરુઆતમાં જ સુરત જેવા શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. શહેરમાં રોગચાળાના કારણે 2 લોકોના મૃત્યુ થતા ચકચાર મચી ગઈ છે. ઝાડા-ઉલટી જેવા રોગોને ડામવા આરોગ્ય તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 200 જેટલા ઘરોમાં સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

ઝાડા-ઉલટીમાં 2ના મૃત્યુઃ સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલા કલાવતીદેવીને ઝાડા-ઉલટી થયા હતા. તેમને પરિવારના સભ્યો નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત નીપજ્યું છે.અન્ય બનાવમાં પુણા વિસ્તારમાં ચેતન પાસવાનના 2 વર્ષીય બાળક વિષ્ણુ પાસવાનને પણ ઝાડા-ઉલટી થયા હતા. બાળકની સારવાર પ્રાઈવેટ ક્લિનિક પર કરાવવામાં આવી હતી. જો કે સારવાર કરાવ્યા બાદ પરિવાર બાળકને ઘરે લઈને આવ્યો ત્યારબાદ તેનું કરુણ મૃત્યુ થયું છે. હાલ આ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

સુરત મનપામાં બનેલા આ બંને બનાવો ધ્યાનમાં આવતા જ 10 મેડિકલ ટીમો બનાવવામાં આવી છે. મહિલા જ્યાં રહે છે ત્યાં બોરિંગના પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું છે. બોરને તાત્કાલિક ધોરણે સીલ કરી કોર્પોરેશન દ્વારા અલગ અલગ સ્થળોએ સેમ્પલો લીધા છે. આ સાથે પાલિકાના અધિકારીઓએ 200 જેટલા ઘરોનો સર્વે પણ હાથ ધર્યો છે. આ સાથે 41 જેટલા ટાંકાઓની સફાઈ પણ કરવામાં આવી છે. પાલિકા દ્વારા 8 અલગ અલગ ભાષાઓમાં લોકોને સમજણ પડે તેવી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. હાલ ઉનાળાની સિઝન છે જેથી ડ્રીહાઈડ્રેશન થવાની પણ સંભાવનાઓ છે. જેથી આરોગ્ય વિભાગ તમામને સાવચેતી રાખવા અંગેની સૂચના આપી રહી છે...પ્રદીપ ઉમરીગર(આરોગ્ય અધિકારી, સુરત મનપા)

  1. Kutch Weather Updates: કચ્છમાં અનુભવાઈ રહી છે બેવડી ઋતુ, દિવસે અસહ્ય ગરમી જ્યારે રાત્રે ઠંડીનું જોર
  2. Ahmedabad News : ગરમી શરૂ થતાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.