ETV Bharat / state

જમીન લેવલીંગ માટે લાંચ લેતા 2 જન પ્રતિનિધિઓને ACBએ રંગે હાથ ઝડપ્યા, માંડવીના પાતલ ગામની ઘટના - Surat Mandavi - SURAT MANDAVI

સુરત જિલ્લામાં માંડવીના પાતલ ગામે ખેતરની જમીન લેવલીંગ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા લાંચ માંગતા ગ્રામ પંચાયતના ડે.સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યને ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Surat Mandavi Patal Land Leveling Bribe 2 Arrested ACB

જમીન લેવલીંગ માટે લાંચ લેતા 2 જન પ્રતિનિધિઓને ACBએ રંગે હાથ ઝડપ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 7:55 PM IST

જમીન લેવલીંગ માટે લાંચ લેતા 2 જન પ્રતિનિધિઓને ACBએ રંગે હાથ ઝડપ્યા

સુરતઃ માંડવી તાલુકાના પાતલ ગામે 2 જન પ્રતિનિધિઓ જમીન લેવલીંગનો ઠરાવ પસાર કરવા માટે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. ACBએ ગ્રામ પંચાયતના ડે.સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં બંને જન પ્રતિનિધિઓ આબાદ ઝડપાઈ ગયા હતા.

જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદઃ સુરત જિલ્લાના માંડવી તાલુકાના પાતલ ગામ ખાતે એક જાગૃત નાગરિકે ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવવો જરુરી છે. તેથી પાતલ ગ્રામ પંચાયતના ડે.સરપંચ ભૂપેન્દ્ર ધનસુખ ગામીત અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના વર્તમાન સાલૈયા તાલુકા પંચાયત બેઠકના સભ્ય શંકર ચૌધરીએ લાંચ માંગી હતી. જો કે જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હતા. તેથી તેમણે આ લાંચિયા જન પ્રતિનિધિ વિરુદ્ધ ACBમાં ફરિયાદ કરી હતી.

રંગે હાથ ઝડપાયાઃ આ બંને લાંચીયા જન પ્રતિનિધિઓએ ખેડૂત પાસેથી લાંચ પેટે 1.50 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 80,000ની લાંચ નક્કી કરવામાં આવી હતી. ઠરાવ પાસ થાય ત્યારે તમામ પૈસા ચૂકવી આપવાના નક્કી થયું હતું. જો કે 35000 રુપિયા પહેલા આપતી વખતે ACBએ ટ્રેપ ગોઠવી હતી. ACBની ટ્રેપમાં પાતલ ગ્રામ પંચાયતના ડે.સરપંચ ભૂપેન્દ્ર ધનસુખ ગામીત અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના વર્તમાન સાલૈયા તાલુકા પંચાયત બેઠકના સભ્ય શંકર ચૌધરી આબાદ ઝડપાયા હતા. ACBએ આ લાંચીયા જન પ્રતિનિધિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Chhotaudepur Crime News: મહિલા હેડ કોન્સ્ટેબલ 5000 રુપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
  2. મોરબીના તરઘરી ગામના મહિલા સરપંચનો પતિ અને પંચાયત સભ્ય 80 હજારની લાંચ લેતા ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.