ETV Bharat / state

ઠગબાજ હેતલ પટેલ સામે વધુ એક ફરિયાદ, નકલી ડેપ્યુટી કલેકટર બની સુરતમાં 15થી વધુ લોકોને શિકાર બનાવ્યા - Surat Crime - SURAT CRIME

પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે બતાવીને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર હેતલ પટેલ વિરુદ્ધ સુરત સલાબતપુરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર હેતલ વિરુદ્ધ બે દિવસ પહેલાં જ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ વચ્ચે વધુ એક ફરિયાદ સામે આવી છે.

ઠગબાજ હેતલ પટેલ સામે વધુ એક ફરિયાદ, નકલી ડેપ્યુટી કલેકટર બની સુરતમાં 15થી વધુ લોકોને શિકાર બનાવ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 7:18 PM IST

સલામતપુરા પોલીસ મથકમાં ફરિયાદ

સુરત : તાપી, નવસારી અને સુરત જિલ્લામાં ક્યારેક પોતાની ઓળખ આરોગ્ય અધિકારી તો ક્યારે નાયબ મામલતદાર તો ક્યારે નાયબ કલેકટર તરીકે આપી લોકોને છેતરી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર હેતલ પટેલ હાલ સુરત પોલીસના સકંજામાં છે. બે દિવસ પહેલા સલાબતપુરા પોલીસ મથકે હેતલ અને તેના સાથીદાર જીતેન્દ્ર સામે ફરિયાદ નોંધાઇ હતી. જ્વેલર્સની દુકાનમાં પોતાની ઓળખ ડેપ્યુટી કલેકટર ગાંધીનગર જણાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ કેસમાં રિમાન્ડ હેઠળ ઠગબાજ હેતલ પટેલ સામે વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઇ છે.

ફરિયાદીએ 1.40 લાખ રૂપિયા આપ્યા : જ્યારે હેતલની ધરપકડ થઈ અને સમાચારોમાં તેની તસવીર છપાઈ ત્યારે વધુ એક ફરિયાદીએ સલાબતપુરા પોલીસ મથકમાં હાજર થઈ તેની સામે ફરિયાદ નોંધાવી છે. સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં જ ફરિયાદી નાની લારી ચલાવે છે. આ ફરિયાદીને અન્ય વ્યક્તિ કે જે પણ લારી ચલાવે છે તેણે ફરિયાદીને આવીને આ વાત કરી હતી કે હેતલબેન પટેલ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર છે અને સુરત નગરપાલિકામાં નોકરી અપાવી શકશે. કેટલાક રૂપિયા લઇ તે નોકરી અપાવી દેશે. આ વાતમાં આવીને ફરિયાદીએ 1.40 લાખ રૂપિયા આપ્યા હતા અને હેતલે તેની નોકરી લગાવી નહોતી જેથી ફરિયાદીએ ઠગબાજ હેતલ પટેલ સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ રૂપિયાની માંગણી : આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, હેતલ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદીની મુલાકાત ઠગબાજ હેતલ પટેલલ સાથે થઈ હતી. આ મુલાકાતમાં હેતલએ જણાવ્યું હતું કે સાફ-સફાઈ કરનાર કર્મચારીની નોકરીમાં તો 70 હજાર રૂપિયા આપવા પડશે. દબાણ હટાવવા માટેના સુપરવાઇઝર પોસ્ટ માટે 1 લાખ આપવા પડશે તેમજ ક્લાર્કની નોકરી માટે 1.5 લાખ રૂપિયા આપવું પડશે. આ પ્રકારે આયોજનપૂર્વક એક માહોલ બનાવવામાં આવ્યો હતો.

નકલી ગૌણ સેવા પસંદગી મંડળના પત્રો : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને એક વખત સેવા કેન્દ્ર પર બોલાવવામાં પણ આવ્યો હતો. જેથી ફરિયાદીને તેમની વાતો પર વિશ્વાસ આવી જાય. હેતલ પટેલે બોગસ સહીસિક્કાવાળા ટ્રેનિંગના સર્ટીફીકેટ પણ તેમને આપ્યા હતા. સાથે એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળના પત્રો પણ જે એસએમસીના અધિકારીના સહી સિક્કા વગેરે પ્રકારના અનેક ડોક્યુમેન્ટ બનાવીને અરજદારને આપ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ઠગબાજ હેતલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુનાહિત ઇતિહાસ : અત્રે ઉલ્લેખનીય છે કે ઠગબાજ હેતલ પટેલ ગણતરીના લોકો નહીં પરંતુ મોટાભાગના લોકોને આવી જ રીતે પોતાની ઓળખ આપીને છેતરપિંડી આચરી છે. હાલ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતમાં જ 15 થી વધુ લોકો સાથે આ જ પેટર્નમાં હેતલ પટેલે છેતરપિંડી કરી છે. હેતલ રિમાન્ડ પર છે પરંતુ હેતલ જે પણ ડોક્યુમેન્ટ સહી સિક્કા વાળા બનાવીને આપતી હતી તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળના નકલી અને બનાવટી કુટ લેખનવાળા સંમતિપત્ર તેમજ ટ્રેનિંગ લેટરના ઓર્ડરો તે બનાવીને આપતી હતી. તેની ઉપર અધિકારીઓના ખોટા સહી સિક્કા કરી આપવામાં આવતા હતા જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હેતલ સામે કલમ 465, 467, 468, 471 અને 120 B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હેતલ વિરુદ્ધ તાપી જિલ્લામાં ત્રણ અને નવસારીમાં એક તેમજ સુરત ગ્રામ્ય પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

  1. ક્યારેક નાયબ મામલતદાર તો ક્યારેક આરોગ્ય અધિકારી બની લોકોને ઠગતી મહિલા સુરતમાંથી ઝડપાઈ - Surat Fake Govt Lady Officer
  2. અમદાવાદ: નકલી ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી બનીને તોડ કરનારો શખ્સ ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.