ETV Bharat / state

Surat News: હરણી તળાવ દુર્ઘટના બાદ સુરત કલેકટરની સ્ટ્રિક્ટ ગાઈડલાઈન, હંગામી ધોરણે બોટિંગ અને રાઈડ્સ બંધ - હંગામી ધોરણે

વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સાબદા બન્યા છે. સુરત કલેક્ટરે શહેર સહિત જિલ્લાના તમામ નદી અને તળાવમાં બોટિંગ સંચાલકો માટે સ્ટ્રિક્ટ ગાઈડલાઈન જાહેર કરી છે. હવેથી નદી કે તળાવમાં બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ આપી શકાશે નહીં તેમજ બોટિંગ સ્ટાફ તાલીમબદ્ધ હોવાનું ફરજિયાત કરી દીધું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Collector Strict Guidelines Boating Activities Trained Staff

હરણી તળાવ દુર્ઘટના બાદ સુરત કલેકટરે પણ સ્ટ્રિક્ટ ગાઈડલાઈન જાહેર કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2024, 6:49 PM IST

બિનઅધિકૃત રીતે બોટિંગ કરાવવામાં આવશે તો તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરાશે

સુરતઃ તારીખ 18મી જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી તળાવ નાવ દુર્ઘટનાથી આખુ ગુજરાત ધૃજી ઉઠ્યું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી તંત્ર અને સરકાર પણ સફાળી જાગી છે. તંત્ર દ્વારા સ્ટ્રિક્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં સુરત જિલ્લા કલેક્ટરે આવી ગંભીર ઘટનાઓ નિવારવાના સ્ટ્રિક્ટ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સુરત શહેર, જિલ્લામાં આવેલા જળાશયો, તળાવ, નદી, સરોવરો, સમુદ્રમાં બોટિંગ તેમજ અન્ય રાઈડના સંચાલકો માટે કડક આદેશો આપવામાં આવ્યા છે.

સ્ટ્રિક્ટ ગાઈડલાઈનઃ સુરત જિલ્લા કલેક્ટરે બહાર પાડેલ ગાઈડલાઈનમાં તમામ બોટિંગ તેમજ રાઈડ્સ સંદર્ભે આદેશ આપવામાં આવ્યા છે. જેમાં,

  • કેપેસિટી અનુસાર મુસાફરોને બોટમાં બેસાડવા
  • લાઈફ જેકેટ તેમજ બચાવના અન્ય સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા
  • બોટ્સની યાંત્રિક સ્થિતિની નિયત ધારા ધોરણો મુજબ ચકાસણી કરાવવી
  • બોટ્સનું ઈન્સપેકશન કરાવવું પડશે
  • બોટિંગ કરાવતા અગાઉ આકસ્મિક સ્થિતિમાં બચાવ અંગેની પૂરતી માહિતી આપવાની રહેશે
  • આકસ્મિક સંજોગોમાં લાઇફ સેવિંગ માટેની બોટો રાખવી
  • બોટ સંચાલકો તથા તેની સાથે સંકળાયેલા કર્મચારીઓને જરૂરી તાલીમ લેવી ફરજિયાત રહેશે
  • આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની કામગીરી કરી શકે તેવા તાલીમબદ્ધ તરવૈયાઓ ઉપલબ્ધ રાખવા
  • ઈજારદાર દ્વારા નિયત નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશેૉ
  • અધિકૃત પરવાનેદાર દ્વારા જ બોટિંગ કરાવવું
  • કોઈ ત્રાહિત વ્યક્તિ કે એજન્સીને બોટિંગ સંચાલન કરવા ન આપવું
  • બિનઅધિકૃત રીતે બોટિંગ કરાવવામાં આવશે તો તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરાશે

સુરત શહેર અને જિલ્લામાં તમામ બોટિંગ એક્ટિવિટી અને અન્ય રાઈડ્સ હંગામી ધોરણે બંધ કરાવી દેવામાં આવી છે. તેમજ કેટલાક અહેવાલ સંસ્થા અને વિભાગો પાસેથી મંગાવવામાં આવ્યા છે. તમામ બોટ્સ અને વેસલ્સની રજિસ્ટ્રેશન, ઈન્સપેકશન વગેરે માહિતી મેળવવામાં આવશે આ ઉપરાંત બોટ ડ્રાયવર્સ તેમજ તરવૈયાઓ તાલીમબદ્ધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે...આયુષ ઓક (કલેકટર, સુરત)

  1. Harni Lake Tragedy : હરણી તળાવ દુર્ઘટનાના આરોપી બિનીત કોટિયા પર કોંગ્રેસ કાર્યકરે શાહી ફેંકી
  2. Harni Lake Tragedy : 14 મોતનો જવાબદાર મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.