ETV Bharat / state

ગુજરાતનું કોટા 'ગાંધીનગર', સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની વેદના - Govt Job Preparation in Gandhinagar

ગાંધીનગરમાં આવનાર દરેક વિદ્યાર્થી સફળ નથી થતો. પરંતુ તેમને જીવનની એક મહત્વની દિશા ગાંધીનગરથી ચોક્કસ જ મળે છે. ETV ભારતની ટીમે ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં રહીને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રહીને તૈયારી કરવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ જણાવ્યા હતા. GOVT JOB PREPARATION IN GANDHINAGAR

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 6:36 PM IST

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત (etv bharat gujarat)

ગાંધીનગર: ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ગુજરાતનું "કોટા" બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગાંધીનગર સરકારી નોકરીની તૈયારીનું હબ બનતું જાય છે. રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારી કરવા માટે ગાંધીનગર આવે છે. આ વિદ્યાર્થીઓ ઘરેથી દૂર રહીને સરકારી નોકરી મેળવવા માટે દિવસ-રાત સંઘર્ષ કરે છે. તેમના માટે પરિજનોથી દૂર રહેવું ખૂબ કઠિન હોય છે. પરંતુ, મનમાં સજાવેલુ સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર કરવા તેઓ પરિવાર વિયોગ પણ સહન કરીને ગાંધીનગર આવે છે. સરકારી નોકરશાહોનું શહેર ગાંધીનગર સરકારી નોકરીઓના સ્વપ્નનું શહેર પણ બનતું જાય છે.

ગાંધીનગરમાં સુવિધાજનક લાઇબ્રેરીઓ છે: મૂળ સૌરાષ્ટ્રના વતની પરંતુ સુરતમાં વસતા ભરત આહિરે જણાવ્યું કે, હું જેટકો દ્વારા લેવામાં આવનારી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની પરીક્ષાની તૈયારી કરું છું. ગાંધીનગર આવવાનું કારણ તેમણે જણાવ્યું કે, ગાંધીનગરમાં સરકારી પરીક્ષાની તૈયારીનું વાતાવરણ છે. અમારી સાથે રહેતા મિત્રો પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવાથી માર્ગદર્શન મળી રહે છે. ગાંધીનગરમાં સારી સુવિધાજનક લાઇબ્રેરીઓ આવેલી છે. ગાંધીનગરમાં રહેવાના ગેરફાયદાઓ અંગે ભરત આહિરે જણાવ્યું કે અહીં ખર્ચ વધુ આવે છે. નવી સરકારી ભરતીઓ જાહેર થતાં પીજી વાળા અને લાઇબ્રેરી વાળાઓએ પોતાની ફી વધારી દીધી છે. ફૂડ બીલમાં પણ મોંઘવારીને કારણે વધારો થયો છે. પીજીમાં પણ ઘણીવાર ફૂડની ક્વોલિટી ખુબ હલકી હોય છે. છતાં પણ વિદ્યાર્થીઓ ચલાવી લે છે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરિવારનો ટેકો પણ સારો મળી રહે છે. મોટાભાગના પરિવારોમાં સરકારી નોકરી અંગે કોઈ દબાણ હોતું નથી. પરીજનો નિષ્ફળતા અને સફળતામાં ટેકો આપે છે.

સરકારી નોકરી માટે પોઝીટીવ વાતાવરણ: તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધીનગરમાં સરકારી નોકરીની તૈયારીમાં ઘણું પોઝિટિવ વાતાવરણ છે. દિલ્હી અને રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓની તૈયારી કરવા મોટી સંખ્યામાં જાય છે. રાજસ્થાનના કોટામાં છાસવારે વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ બને છે. પરંતુ, ગાંધીનગરમાં હજી સુધી વિદ્યાર્થીઓના આપઘાતના આવા કોઈ કિસ્સાઓ નોંધાયા નથી. આમ દિલ્હી અને કોટા કરતાં ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ માટે વાતાવરણ સારું છે. તેઓ ડિપ્રેશન વગર સરકારી નોકરીઓની તૈયારી કરે છે. વિદ્યાર્થીઓ સાથે મળીને રનીંગ કરતા હોય છે. લાઇબ્રેરીમાં વાંચતા હોય છે. એકબીજાના સુખ દુઃખ શેર કરે છે. તેથી ગાંધીનગરમાં હજી સુધી માનસિક ડિપ્રેશનના કેસો નોંધાયા નથી. વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તૈયારી કરવા માટે ખૂબ જ ખર્ચ થાય છે. કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આ ખર્ચને પહોંચી વળતા નથી. તેથી વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓની તૈયારી કરવા માટે સ્કોલરશીપ આપવાની વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.

ઓનલાઇન અને ઓફલાઇન ક્લાસીસનો ફાયદો: પંચમહાલ જિલ્લાના વતની નરેન્દ્ર તડવીએ જણાવ્યું કે, હું છેલ્લા બે વર્ષથી ગાંધીનગરમાં રહીને જીપીએસસી અને વર્ગ ત્રણની નોકરીની તૈયારી કરે છે. ગાંધીનગરમાં રહેવાનાએ ફાયદા છે કે અહીં ઘણા ઓનલાઇન પ્લેટફોર્મ મળી રહે છે. તે ઉપરાંત ઓફલાઈન ક્લાસીસનો પણ ફાયદો થાય છે. ગાંધીનગરમાં રહીને વિદ્યાર્થીઓને જાણવા મળે છે કે, સરકારી નોકરીની તૈયારી કેવી રીતે કરી શકાય. કેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. હરીફાઈ કેટલી છે. તેની જાણકારી મળે છે. ઘરે રહીને પણ સરકારી નોકરીની ઓનલાઈન તૈયારી કરી શકાય છે પરંતુ, ગાંધીનગર જેવો સરકારે નોકરીની તૈયારીનો માહોલ ઘરે મળી શકતો નથી. તેથી વિદ્યાર્થીઓ ગાંધીનગર આવવાનું પસંદ કરે છે.

એજ્યુકેશનમાં 18% જીએસટી ઓછો કરવો જોઈએ: ગાંધીનગરમાં સારી સંગત વાળા અને ખરાબ સંગત વાળા બંને વિદ્યાર્થીઓ મળે છે. જો સારી સંગત વાળા વિદ્યાર્થીઓ મળે તો તેઓ સરકારી નોકરીનો ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘણી મોંઘવારી વધે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ગામડાઓ અને છેવાડાના વિસ્તારમાંથી આવે છે. ક્લાસીસની પણ 40 થી 50 હજાર જેટલી ફી છે. દિવસે દિવસે ક્લાસીસની ફી અને રહેવા જમવાની ખર્ચ વધતો જાય છે. એજ્યુકેશનમાં સરકાર દ્વારા નાખવામાં આવેલો 18% ટેક્સ ઓછો કરવો જોઈએ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો વધુને વધુ ફાયદો મળવો જોઈએ. દાહોદ જિલ્લાના ફતેપુરાના વતની જયરાજ પરમાર જણાવ્યું કે, હું સીસીએ અને ટેટ ટાટ અને શિક્ષકની તૈયારી માટે હું ગાંધીનગર આવ્યો છું. ગાંધીનગર ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી માટેનું ઉત્તમ સ્થળ છે. વિદ્યાર્થીઓમાં ગાંધીનગરનો ખૂબ જ ક્રેઝ છે. ગાંધીનગરમાં ક્લાસીસની ઉત્તમ સગવડો છે. વિદ્યાર્થીઓ પીજીમાં અને ખાનગી રૂમ ભાડે રાખીને રહે છે. મકાનોના ભાડા અને પીજીની ફી વધી ગઈ છે.

પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજનની તકલીફ: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ફોરેન્સિક જર્નાલિઝમમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા જાનકી ભાયાણીએ જણાવ્યું કે, તેઓ ગાંધીનગર સેક્ટર સાતમાં પીજીમાં રહે છે. ઘરથી દૂર રહેવાથી ભોજનની તકલીફ પડે છે. તેની સામે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનેક ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ આવેલી છે. સરકાર દ્વારા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ વિદ્યાર્થીનીએ કરી હતી. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પણ ગરીબ પરિવારમાંથી આવે છે. કોલેજની ફી ભરવા માટે મારે મારા પિતાને બે માસ પહેલા જાણ કરવી પડે છે. કોલેજોમાં લાખો રૂપિયાની ફી વસૂલ કરવામાં આવે છે તેની સામે સગવડો ઓછી આપવામાં આવે છે.ખાનગી યુનિવર્સિટીઓમાં લાખો રૂપિયા ફી છતાં એક ટકા વિદ્યાર્થીને પણ નોકરી મળતી નથી.

બિહામણી બેરોજગારી મોટી સમસ્યા: ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓના સપના સજાવીને આવે છે. યુનિવર્સિટીઓ અને કોલેજમાં લાખો રૂપિયાની ફી ભરે છે પરંતુ આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે લાખો રૂપિયા ફી ભર્યા બાદ પણ એક ટકા વિદ્યાર્થીઓને પણ સરકારી નોકરી મળતી નથી. આંખોમાં સરકારી નોકરીના સ્વપ્ન લઈને ગાંધીનગર આવતા હજારો વિદ્યાર્થી પૈકી દરેક વિદ્યાર્થીને સફળતા નથી મળતી પરંતુ, ગાંધીનગર તેમના જીવનના સૌથી મહત્વના આ પડાવમાં દિશા ચોક્કસ આપે છે. આગામી દિવસોમાં સરકાર નવી સરકારી નોકરીઓની જાહેરાત કરતા વિદ્યાર્થીઓનો ઘસારો ગાંધીનગરમાં વધે તેવી સંભાવના છે.

  1. લિફ્ટનો વાયર તૂટતા મહિલા થઇ ઇજાગ્રસ્ત,બિલ્ડરની ઘોર બેદરકારી - Woman injured when lift wire breaks
  2. કુદરત કા "કરિશ્મા", જાણો શું છે કચ્છની યુવતીની જાદુઈ આંખોની વિશેષતા - 17 world records for eye colour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.