ETV Bharat / state

રાજયમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો, ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ - DIVYESH SOLANKI HUMLO

ભાવનગરના કોળી સમાજના નેતા અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર ઉપર પથરોના ઘા થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે દિવ્યેશભાઈ સોલંકીએ બનેલી ઘટનાને પગલે શું કહ્યું તે જાણો અને શું નોંધાઈ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાણો.

DIVYESH SOLANKI HUMLO
DIVYESH SOLANKI HUMLO
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 8:06 PM IST

રાજયમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો

ભાવનગર: જિલ્ભામાં ઘોઘાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પીથલપુર ગામે રામાપીરના આખ્યાન નિહાળી રાત્રે પરત ફરતા હતા તે સમયે તેમના પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે દિવ્યેશભાઈ સોલંકીના કારના ચાલક દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવને પગલે રાજકારણ ગરમાઈ ગયું છે. જો કે ચર્ચાઈ રહ્યું છે કે 20 વર્ષ બાદ બનાવનું પુનરાવર્તન થયું છે.

20 વર્ષ બાદ શું થયુ પુનરાવર્તન ચૂંટણી ટાણે: ભાવનગર શહેરમાં 20 વર્ષ પહેલા હાલના રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ સોલંકીનું આગમન થયું હતું. ધીરે ધીરે કોળી સમાજના ચાહીતા બનેલા રાજ્યના મંત્રી પરસોતમભાઈ સોલંકી ઉપર ભૂતકાળમાં 20 વર્ષ પહેલા ઓદરકા ગામે પથ્થરમારા જેવી ઘટના ઘટી હોવાની વાત ફરી વહેતી થઈ છે. ભૂતકાળની વાત વહતી થવા પાછળનું કારણ રાજ્યના મંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી ઉપર ફરી એ જ સ્થળ નજીક બનાવ બનતા ચર્ચાએ જોર પકડ્યું છે. દિવ્યેશ સોલંકીએ જણાવ્યું હતું કે હા મારા પિતાજી ઉપર 20 વર્ષ પહેલા ઓદરકા ગામે પથ્થરમારાની ઘટના ઘટી હતી. પરંતુ જે મારી સાથે બન્યું છે તેની પાછળનુ કારણ ચૂંટણી છે તે કહી શકાય નહીં.

કાર ચાલકે શું કરી ફરિયાદ: ઘોઘા પોલીસ સ્ટેશનમાં દિવ્યેશભાઈ સોલંકીના કારના ડ્રાઈવર રવિ બકુલભાઈ રાણાએ ફરિયાદ નોંધાવી હતી કે 30 તારીખના રોજ તેઓ દિવ્યેશભાઈ સોલંકી, બુધેશભાઈ જાંબુચા સાથે પીથલપુર ગામે આખ્યાનમાં ગયા હતા. ત્યારે રાતના 12 કલાકે પરત ફરતા સમયે પીથલપુર ગામની પ્રાથમિક શાળા નજીક પહોંચતા અંધારામાંથી અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને કારણે કારને નુકસાન પણ થયું હતું. બનાવને પગલે નીચે ઉતરીને લાઈટો કરીને ચકાસતા ત્રણ શખ્સો ઉપર નજર પડી હતી. જો કે તે સમયે ત્યાંથી એક બાઈક ચાલક નીકળતા તેને ત્રણ શખ્સોને જતા જોયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ અમે જોયેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સ અમારી પાસે આવીને શું થયું તેમ કહેવા લાગ્યો હતો જેનું નામ અમે પૂછતાં તેને બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ રહેવાસી ઓદરકાવાળો હોવાનું જણાવ્યું હતું. આમ અન્ય બે શખ્સો પણ હોય જેને લઈને ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ફરિયાદ બાદ પોલીસે ત્રણેયની કરી અટકાયત: પુરુષોત્તમભાઈ સોલંકી બાદ તેમના પુત્ર ઉપર પણ ઓદરકા ગામના જ ત્રણ શખ્સો દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના ઘટતા રાજકારણ ગરમાઈ ગયું છે. દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ રામાપીરના આખ્યાન જોવા માટે પીથલપુર ગયા હતા ત્યારે રાત્રીના સમયે પરત ફરતા ત્રણ શખ્સોએ તેમની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. જોકે ત્યારબાદ અમે નીચે ઉતરીને તેમને શોધખોળ પણ કરી હતી. તેમાંથી તેના કપડાના આધારે ઓળખાણ થઈ હતી તે પૈકીનો એક શખ્સ અમારી પાસે આવતા એનું નામ પૂછ્યું હતું. જેને આધારે તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે અને ઘટના સમયે પોલીસને જાણ કરીને બોલાવી લેવામાં આવી હતી અને સવારમાં જ ત્રણેયની અટકાયત થઈ ગઈ છે. પકડાયેલા ત્રણ પૈકી બે સગીર હોવાનું જાણવા મળ્યું છે.

  1. એસ. જયશંકરે ચાઇનાને આપ્યો મુંહતોડ જવાબ, કહ્યુ 'અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય છે નામ બદલવાથી કશું નહીં થાય' - S JAYSHANKAR ON ARUNACHAL PRADESH
  2. જૂનાગઢ ક્ષત્રિય સમાજે રૂપાલાનો ટિકિટ પરત લેવાની માંગ સાથે કર્યો વિરોધ - Contradiction of Parasotam Rupala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.