ETV Bharat / state

હર્ષ સંઘવી પહોચ્યા માઁ અંબાની શરણે..., કહ્યું, "જે લોકો ઘરે પાણીનો ગ્લાસ પણ નથી ભરતા તેવા લોકો પદયાત્રીઓની સેવા કરે છે" - Harsh Sanghvi reached ambaji

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય ગઈ કાલે અંબાજી ખાતે પહોંચ્યા હતા. અને માઁ અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે, 'જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા, તેઓએ માઁ ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે.', Harsh Sanghvi reached ambaji

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા માઁ અંબાની શરણે
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા માઁ અંબાની શરણે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2024, 11:23 AM IST

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા માઁ અંબાની શરણે (ETV Bharat Gujarat)

અંબાજી: ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવી
ગૃહમંત્રી હર્ષ સંઘવી (ETV Bharat Gujarat)

પોલીસ કંટ્રોલ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન: રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

હર્ષ સંઘવીએ પણ જોડાયા: દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા
માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા (ETV Bharat Gujarat)

હર્ષ સંઘવીનું નિવેદન: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે, " ગુજરાતના ખૂણે ખૂણેથી માઈભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઈભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ પણ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે. આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તાઓ ઉપર બાથરૂમ, ટોઇલેટ, મેડિકલ અને સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે. આ વર્ષે લાખો માઈભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી, જેના માટે સફાઈદુતો કામ કરી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે. તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતાં પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમનો મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

માઁ અંબાને ધજા ચડાવી
માઁ અંબાને ધજા ચડાવી (ETV Bharat Gujarat)

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ "જય અંબે, બોલ માડી અંબે"ના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આધશકિત અંબાના સદૈવ આશીર્વાદ કૃપાદ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઇભકતોને સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો:

  1. મીની દ્વારકા તરીકે જાણીતા યાત્રાધામ ઢીમા ખાતે ભાદરવાની પૂનમને લઈને ભક્તોનું ઘોડાપૂર - fair of Bhadravi Poonam
  2. GEB માં કૌભાંડ ! કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ, પ્રજાના પૈસાની લૂંટ થાય છે - મનીષ દોશી - Scam in GEB

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.