ETV Bharat / state

વાંકાનેરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને મળી 10 વર્ષે સજા, જાણો સમગ્ર મામલો - Morbi Crime - MORBI CRIME

મોરબી કોર્ટે વર્ષ 2004 ના હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સખ્ત સજા ફટકારી છે. કુલ સાત શખ્સોએ કોઈ બાબતે એક શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેની આખરે તેમને સજા મળી છે. જાણો સમગ્ર મામલો...

હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને મળી સજા
હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને મળી સજા (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 4:09 PM IST

મોરબી : વાંકાનેરના કોઠી ગામમાં છેડતી બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખી સાત ઇસમોએ ફરિયાદી પર જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સાત આરોપીઓને કસુરવાન ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

પરિણીતાની છેડતીનો મામલો : આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત 11 સપ્ટેમ્બર, 2004 ના રોજ કોઠી ગામે કથા અને ભજન કાર્યક્રમનું આયોજન થયું હતું. જે મોડી રાત્રીના પૂર્ણ થયા બાદ મહિલા તેના બાળકોને લઈને અગાસી પર સુવા ગઈ હતી. આ મહિલા સૂતી હતી, ત્યારે આરોપીએ અગાસી પર જઈને તેની છેડતી કરી હતી. જે બાબતે ફરિયાદી સહિતનાને જાણ થતા પરિવારજનોએ આરોપીને ઠપકો આપી સમજાવવા જતા સમાધાન થઈ ગયું હતું.

સાત આરોપી વિરુદ્ધ કેસ : જોકે, બાદમાં આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી ગાળો આપી હત્યાનો પ્રયાસ કરતા જીવલેણ ઘા કરી માથામાં ગંભીર ઈજા કરી હતી. જે બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બાદમાં કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જે કેસ એડિશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી રહ્યા હતો. આ કેસની સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ સંજય દવેએ કોર્ટમાં 23 મૌખિક પુરાવા અને 62 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.

10 વર્ષની કેદ અને દંડની સજા : આ પુરાવાના પગલે કોર્ટે આરોપી ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડું સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા અને નાગજી દેવા સરૈયાને ભારતીય દંડ સંહિતાની કલમ 307, 323, 324, 143,147,148,149 મુજબના ગુનામાં દોષિત ઠેરવી સજા સંભળાવી છે. જેમાં કોર્ટે દરેક આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ રૂ 1.20 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ ઈજા પામનાર હઠાભાઈને રૂ. 2 લાખ વળતર અને આરોપીઓ દંડની રકમ ભરે તે સહિત કુલ રૂ. 3.20 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.