નવસારી: નવસારીમાં પાછલા 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગતરોજ મોડી રાતથી નવસારીમાં જાણે મેઘ તાંડવ હોય એવી સ્થિતિ થઈ છે. નવસારી સહિત ઉપરવાસના ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં પુરની સ્થિતિ નું નિર્માણ થયું છે. ત્રણે નદીઓ ભઈ જનક જળ સપાટીની નજીક પહોંચી છે.
નદીઓમાં પાણીની આવક વધતા જિલ્લાની ખાડીઓ અને નાળાઓમાં પણ પાણી વધ્યા છે. જેના કારણે નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 78 રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ છે. ખાસ કરીને નવસારીના વેડછા ડામર અડધા રોડ, જલાલપુર તાલુકામાં તવડીનો એપ્રોચ રોડ અને ચીખલી તાલુકામાં બામણવેલ-દોણજા-હરણગામ રોડ બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર દ્વારા નવસારી જિલ્લાની આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને આઇટીઆઇ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી જિલ્લાની શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે.
સવારથી પડી રહેલા વરસાદને પગલે નોકરિયાત વર્ગ પણ પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે. જ્યારે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા કિનારાના ગામડાઓ અને શહેરના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ તંત્ર દ્વારા પણ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખી વરસાદ તેમજ નદીઓની જળ સપાટી ઉપર નજર રાખીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતા કેળવી છે.
- વરસાદને કારણે નવસારી જીલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો
કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. જે હાલ 17 ફૂટની સપાટી પર વહી રહી છે
પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ છે. તે પણ હાલ 17 ફૂટ વહી રહી છે.
- નવસારી જિલ્લામાં રાત્રે 8 થી સાવરે 4 કલાક સુધીના આંકડા
ગામ | વરસાદ ઈંચમાં |
નવસારી | 3.70 |
જલાલપોર | 3.26 |
ગણદેવી | 1.77 |
ચીખલી | 2.48 |
ખેરગામ | 4.80 |
વાંસદા | 3.74 |
- જિલ્લામાં આવેલી નદીની સપાટી
નદી | પાણીની આવક | ભયજનક સપાટી |
પૂર્ણા | 13 ફૂટ | 23 ફૂટ |
અંબિકા | 19.90 ફૂટ | 28 ફૂટ |
કાવેરી | 12.50 ફૂટ | 23 ફૂટ |