ETV Bharat / state

ડાંગ જિલ્લામાં જમ્યો વરસાદી માહોલ, બે દિવસના વિરામ બાદ સવારથી જ મેઘ મહેર - Saputara News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 4:03 PM IST

ગિરિમથક સાપુતારા ધુમ્મસની ચાદરથી છવાયુ. ગિરિમથક સાપુતારા ખાતે ખુશનુમાં વાતાવરણનું સાક્ષી બન્યું છે. કુદરતી સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યનું સર્જન થઈ રહ્યું છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

ડાંગ જિલ્લામાં જમ્યો વરસાદી માહોલ (Etv Bharat Gujarat)

ડાંગ: ધુમ્મસની ચાદરે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓના આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસું જામતું જાય છે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ચોમાસાની જમાવટ સાથે વન વિસ્તાર અને ગિરિમથકની સુંદરતા ખીલી ઉઠી છે. ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ સ્થિત ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ખુશનુમાં વાતાવરણનું સાક્ષી બન્યું છે. વરસાદ સાથે સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું નજરે પડી રહ્યું છે. વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ કુદરતી સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યનું સર્જન થઈ રહ્યું છે. ધુમ્મસની ચાદર તળે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘ મહેર થઈ છે. ડાંગ જિલ્લાના સાર્વત્રિક વરસાદને પગલે ડાંગના ધરતીપુત્ર ખેતી કામે જોતરાઈ ગયા છે તો બીજી તરફ નદીમાં નવા નીર આવતા નાના ઝરણાં સક્રિય થવા લાગતા જ શહેરથી સાપુતારા અને ડાંગ બાજુ પર્યટકોએ દોડ મૂકી છે. સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેખીલી ઉઠ્યું છે.

ગુજરાતમાં ચોમાસુ બેસી ગયા બાદ દક્ષિણ ગુજરાતમાં હજુ સુધી વરસાદે ખાસ દેખા ન હતી દીધી, પરંતુ સવારથી જ વરસાદે મહેર વરસવાની શરૂઆત કરી દીધી છે. મેઘરાજાએ ધીમી સવારી કરી ડાંગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો. પરંતુ વઘઈમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સમગ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી દીધી છે.

ડાંગ જિલ્લાના વઘઈ સહિત આહવા તાલુકામાં સુબીર તાલુકામાં બે દિવસના વિરામ બાદ વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. વિરામ બાદ વરસાદી માંહોલલે ફરી એન્ટ્રી કરતા સમગ્ર વાતાવરણ ચોમાસા મય બની ગયું છે.ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ ના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો નજીક ના અંતરે પણ જોવું મુશ્કેલ બનતા પ્રવાસીઓએ અવર-જવર માટે વાહનો કરતાં પગપાળા ફરવાનું વધુ પસંદ કર્યું હતું.

  1. એક દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદ, ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ - rainfall in Surat district

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.