ભાવનગર: ભાવનગરના મહિલાએ નારિયેળના દરેક ભાગોને વેસ્ટમાં જવા દેવાના બદલે તેનો સદુપયોગ કરીને 15 વર્ષથી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેમજ સરકારના વિવિધ વિભાગોના કહેવા પ્રમાણે તાલીમ પણ આપવા જાય છે. ભાવનગરના આ મહિલા સંગીતાબેન ગોયાણી છે. આજે તેના ઘરના દરેક સભ્યો પણ ઇક્કો ફ્રેન્ડલી વસ્તુ બનાવવામાં મદદે લાગી જાય છે.
15 વર્ષ પહેલા 15 દિવસની ટ્રેનીંગમાં જિંદગી સવારી: ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા સંગીતાબેન ગોયાણીએ જણાવ્યું હતું કે અમે 15 વર્ષથી આ ચીજ વસ્તુઓ બનાવીએ છે અને આની એક જાહેરાત આવી હતી. એ સમયે કે નાળિયેરના રેસામાંથી વસ્તુ બનાવતા શીખવાડવામાં આવશે. અહીં એક ખોડીયાર મંદિર છે ત્યાંથી અમે 15 દિવસની ટ્રેનિંગ લીધી હતી. ત્યાંથી શીખીને આવ્યા અને એમ થયું કે આપણે કાંઈક નવીન બનાવીએ એટલે નાળિયેરમાંથી ઇક્કો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવી. ઘરમાં ઉપયોગી ચીઝ વસ્તુઓ અમે બનાવી છે. સરકારના પ્રોજેકટ અંતર્ગત અન્ય લોકોને તાલીમ પણ આપવા જઈએ છીએ.
આખો પરિવાર નારિયેળમાંથી બનાવે ચિજો: સંગીતાબેન ગોયાણીએ જણાવ્યું હતું કે અમારો આખું ફેમિલી છે. અમે છ જણા છીએ, બાળકો નોકરી અને ધંધો કરે છે અને પોતાના ઘરમાં મદદરૂપ થાય છે. અમેં નારિયેળના દરેક ભાગમાંથી અલગ અલગ જેમ કે કોકોબીટ ખાતર, હેગિંગ, ટોપલી, પગલૂછળીયા, ગણેશજી, તોરણ, ચકલીસર, અલગ અલગ નેસ્ટ, નારીયેળની કાછલીમાંથી મની પ્લાન્ટની સ્ટીક બનાવીએ છીએ અને અન્ય પણ ઘણી ચોજો બનાવીએ છીએ. અમારી વસ્તુઓનો ભાવ 50 થી 300 સુધીનો જ છે, કોઈ વસ્તુ પછી અલગ અલગ પ્રકારના હોઇ શકે છે.
નારિયેળની ચિજોને મહિલાઓએ આવકારી: ભાવનગરના નાગરિક મહિલા સીમરનબેને જણાવ્યું હતું કે આ વસ્તુ બધી ઇક્કો ફ્રેન્ડલી છે. આ વસ્તુઓ આપણા શરીરને કે આપણે બોડીને કોઈ જાતનું નુકસાન નથી કરતી, મેં એક સ્ત્રબર લીધું, એક બાઉલ અને સ્પૂન લીધી છે, ઘરના સ્ટીલમાં આપણે યુઝ કરી શકીએ તેમ આને યુઝ કઈ શકીએ. મને લાગ્યું કે ઘરમાં મુખવાસ કે આમ કાંઈક રાખીએ તો યુનિક લાગે એટલે ઘણી બધી બીજી વસ્તુ છે કે જે ખુબ જ સુંદર છે.