ETV Bharat / state

સાબરકાંઠામાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના ઝડપાયા, આરટીઓ વિભાગની કચેરી ખાતે મેગા ડ્રાઈવ

કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ફરજિયાત હેલ્મેટ મામલે ચેકિંગ કરાયું હતું. જેમાં 240 થી વધારે લોકોના નામે મેમો બનાવવામાં આવ્યા હતા.

240 થી વધારે લોકો હેલ્મેટ વિના ઝડપાયા
240 થી વધારે લોકો હેલ્મેટ વિના ઝડપાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 3:47 PM IST

Updated : Oct 23, 2024, 3:52 PM IST

સાબરકાંઠા: રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં મુકાવવામાં આવ્યો છે. આ મુદ્દે ઠરાવ પસાર થયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા ફરજિયાત હેલ્મેટ મામલે ચેકિંગ કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત 240થી વધારે લોકો હેલ્મેટ વિના ટુવ્હીલર ચલાવી રહ્યા હતા જેનામાં નામનો મેમો ઇસ્યુ કરાવવામાં આવ્યો છે. ઉપરાંત આગામી સમયમાં સામાન્ય પ્રજાજનોને પણ હેલ્મેટ સાથે બાઇક સવારી કરવા જણાવવામાં આવ્યું છે.

સરકારી કર્મચારીઓને બાઈક ઉપર ફરજિયાત હેલ્મેટ પહેરવા મામલે કાયદાકીય પરિપત્ર કરાયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં 240થી વધારે લોકો હેલ્મેટ વિના બાઈક ચલાવતા મળી આવ્યા હતા. તે તમામને દંડનીય જોગવાઈ મુજબ મેમો આપી દંડિત કરાયા હતા. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓ તેમજ કર્મચારીઓમાં આવનારા દરેક વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા રજૂઆત કરાઈ છે.

આજે આરટીઓ વિભાગ દ્વારા હિંમતનગરની કલેકટર કચેરી સહિત અન્ય કચેરીમાં હાથ ધરવામાં આવિલી મેગા ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ તેમજ અરજદારો સહિત મુલાકાતીઓમાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના દંડને પાત્ર બન્યા છે. ઉપરાંત આગામી સમયમાં કોઈપણ વ્યક્તિ જિલ્લા કલેકટર કચેરીએ મુલાકાત માટે આવશે અને જો તે તો હેલ્મેટ વિના જણાશે, તો તેના ઉપર પણ દંડનીય કાર્યવાહી કરવા તંત્ર અત્યારથી જ સજ્જ બન્યું છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરના ભરતનગરની શાળામાં આગ: બાળકોના અભ્યાસના સાધનો ખાખ
  2. જાફરાબાદમાં સિંહણે બાળકને ફાડી ખાધું, વનવિભાગે 24 કલાકમાં સિંહણને પાંજરે પૂરી

Last Updated : Oct 23, 2024, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.