ETV Bharat / state

મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે સવાલ પૂછાતા મંત્રીજી મુંજાયા, ચાલતી પકડવામાં જ સમજી ભલાઈ - review meeting held at Palanpur - REVIEW MEETING HELD AT PALANPUR

પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જોકે બેઠક બાદ મીડિયા દ્વારા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે સવાલ પૂછાતા તેઓએ કશું જ કહ્યા વિના ચાલતી પકડી હતી. જાણો. minister balwant singh rajput

પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુત
પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 7:45 AM IST

Updated : Jul 13, 2024, 9:46 AM IST

મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે મીડિયાના સવાલો પર પ્રભારી મંત્રીએ મૌન સેવ્યું (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખુબ ઝડપથી થાય અને ગુણવત્તા યુક્ત થાય એની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ જે લોકોને પોતાનું ઘર નથી, ઉપર આભ, નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે છે એવા નિરાધાર લોકોની ચિંતા કરતાં તેમણે રાહત/ મફતગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું હતું.

ભાદરવી મેળાના આયોજન અંગે મંત્રીને અવગત કરાયા: વધુમાં મંત્રીએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઇવે પ્રોજેકટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ,અંબાજીના વહીવટીદાર કૌશિક મોદી દ્વારા આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીને અવગત કરવામાં આવ્યા હતા.

મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે સવાલો: દાંતા તાલુકાના મંડાલી ગામની પ્રાથમિક શાળામાં આપવામાં આવતા ભોજનમાં જીવાત નીકળી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. સરકાર તરફથી આપવામાં આવતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળતા બાળકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા જ જિલ્લા પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું હતું. જે બાદ તાલુકાઓમાંથી જથ્થો પરત મંગાવી અન્ય જથ્થો ફાળવામાં આવ્યો હતો.

મીડિયાએ સવાલ પૂછતાં મંત્રીએ ચાલતી પકડી: જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક બાદ જિલ્લાની અનેક શાળાઓમાં આવેલી મધ્યાન ભોજનમાં સડેલી દાળ મામલે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને મીડિયાએ સવાલ કરતા તેમને મૌન સેવ્યું હતું. અને મને આ મામલે કોઈ જાણ નથી એમ જવાબ આપી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે ચાલતી પકડી હતી.

  1. ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ અંગે સરકારનું "નરો...વા...કુંજરો...વા" - Gandhinagar News
  2. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર - RESULT OF SEOC PIONEERING MODEL

Last Updated : Jul 13, 2024, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.