વડોદરાઃ વડોદરા શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી તેમજ 12 ઈંચ વરસાદમાં સમગ્ર વડોદરા શહેર પાણીમાં ગડકાવ થઈ ગયું ત્યારે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી રહ્યું છે. ત્યારે કાલાઘોડા બ્રિજ સહિત અન્ય વિશ્વામિત્રી બ્રિજના તમામ બ્રિજ ઉપર હાલમાં પાણી ફરી વળ્યા છે.
હેલિકોપ્ટર દ્વારા રેસક્યુઃ ડેસર તાલુકાના વરસડાના કિર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હતા. આજે એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનું સફળ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. હાલમાં તેમને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાતની પ્રખ્યાત SSG હોસ્પિટલના પીએમ રૂમમાં પાણીઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસસી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયા હતા. SSG હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું કે, શહેરના કાલાઘોડા બ્રિજના પાણી ફરી વળતા સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ, રુકમણી ચેનાની પ્રસુતિ ગૃહ સહિત મેડિકલ સ્ટોરમાં પાણી ફરી વળ્યા છે. જેના પગલે હાલમાં પ્રસુતિ ગૃહના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી પ્રવેશવાની શક્યતાઓ છે. જેને લઇ 50 જેટલા દર્દીઓને પ્રથમ માળે શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મેડિકલ સ્ટોરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ પાણી હાલમાં આવી ગયું છે. કેટલીક સામાજિક સંસ્થાઓની મદદ લેવામાં આવી છે.
આજવાની સરોવરની સપાટીમાં સતત વધારોઃ ધોધમાર વરસાદ બાદના કારણે આજવા સરોવરની સપાટી સતત વધી રહી હતી અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીનું લેવલ પણ ધીરેધીરે વધી રહ્યું હતું.આજે 35 ફૂટે પહોંચ્યું છે. હવે આજના સરોવરની સપાટી ઘટી રહી છે, પરંતુ વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
વડોદરા જિલ્લાના 45 ઉપરાંત માર્ગો બંધ, કેટલાક ગામો સંપર્ક વીહોના બન્યાઃ વડોદરા જિલ્લામાં માર્ગ મકાન પંચાયત હસ્તકના કુલ 37 માર્ગો ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે.જેમાં વાઘોડીયા તાલુકાના 5,સાવલીના 13,પાદરાના 03, ડભોઇના 07, શિનોરના 2 અને કરજણ તાલુકાના 07 સહિત કુલ 37 માર્ગો બંધ છે. આમ, વડોદરા જિલ્લામાં માર્ગ મકાન રાજ્ય હસ્તકના 8 અને માર્ગ મકાન પંચાયત વિભાગના 37 સહિત કુલ 45 માર્ગો ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.આ માર્ગો ઉપરના વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.