રાજકોટઃ મહા નગર પાલિકાના ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે શહેરમાં સર્વેલન્સ ચેકિંગ કર્યુ હતું. જેમાં શહેરના દૂધસાગર રોડ પર આવેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં જિલ્લામાંથી આવતા દૂધ સપ્લાયરોના ટેન્કરોની ચકાસણી કરી હતી. અલગ -અલગ ટેન્કરોમાંથી દૂધ (લુઝ)ના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
12 વેપારીઓને નોટિસઃ શહેરના રૈયા ચોકડીથી રૈયા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની દુકાનમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ સિવાય પાણીપૂરીનું પાણી, બટર, બટાટાવડા, લાલ મરચા અને આઈસ્ક્રિમ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ફૂડ લાઇસન્સ વિના ખાણીપીણીનો વેપાર કરતા વેપારીઓને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
કોને અપાઈ નોટિસ?: રૈયા ગામ વિસ્તારના રવિ પાર્સલ પોઈન્ટ, ગંગોત્રી ડેરી ફાર્મ, બાલાજી ફાસ્ટફૂડ, બંસી પૂરીશાક, સાંઇ ચાઇનીઝ પંજાબી, જય ગોપાલ ઘૂઘરા, શિવમ મદ્રાસ કાફે, રવિરાંદલ દાળપકવાન, રેવડી મદ્રાસ કાફે, આત્મીય તેલ, ખોડિયાર રેસ્ટોરન્ટ, બાલાજી નાસ્તાગૃહને નોટિસ આપવામાં આવી છે. ખાણીપીણીના આ ધંધાર્થીઓ દ્વારા ફૂડ લાઇસન્સ વિના વેપાર કરવામાં આવતો હતો કે, રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ ધંધાર્થીઓ પાસે લાઇસન્સ ન હોવાથી લાઇસન્સ મેળવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ પાણીપૂરીનું પાણી, બટર, બટાટાવડા, લાલ મરચા અને આઈસ્ક્રિમના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં (1) પાણીપૂરીનું પાણી (લુઝ): સ્થળ-શ્રીનાથજી ભેળ પાણીપૂરી (2) બટર (લુઝ): સ્થળ- શુભમ સેન્ડવીચ, (3) બટર (લુઝ): સ્થળ- જિલ્લાની વડાપાઉં, (4) લાલ મરચું (લુઝ): સ્થળ- પટેલ ચાઇનીઝ પંજાબી, (5) આઇસ્ક્રિમ (લુઝ): સ્થળ- ભેરૂનાથ કસાટા આઇસ્ક્રિમ, (6) પાણીપુરીનું પાણી (લુઝ): સ્થળ- દિલખુશ પાણીપુરી, (7) બટાટાના વડા (લુઝ): સ્થળ- જિલ્લાની વડાપાઉં, (8) પનીર (લુઝ): સ્થળ- જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ ના સેમ્પલ લેવામાં આવ્યા છે.