ETV Bharat / state

Rajkot News : ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટવાથી કોને લાભ થશે તે જણાવતાં ખેડૂતો - ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર લગાવેલ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે ત્યારે આ પ્રતિબંધને હટાવ્યા બાદ ખેડૂતોને કોઈ ફાયદો ના હોવાનું જણાવ્યું છે અને આ નિર્ણય ચૂંટણીલક્ષી નિર્ણય અને વેપારીઓ અને વચેટીયાઓ ફાયદાઓ માટે લીધો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

Rajkot News : ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટવાથી કોને લાભ થશે તે જણાવતાં ખેડૂતો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2024, 9:05 AM IST

વેપારીઓ અને વચેટીયાઓ ખાટ્યાં

રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર થોડો સમય પહેલા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો જેને લઈને ડુંગળીના ભાવ આસમાનથી સીધા જમીન ઉપર પડી ગયા હતાં. ડુંગળીના વેચાણમાં ખેડૂતોને પોષણસમ અને ખર્ચ પરવડે તેટલો પણ ભાવ નહોતા મળી રહ્યો જેના પરિણામે ખેડૂતો દ્વારા મફત ડુંગળી વિતરણ તેમજ પશુઓને ખવડાવવાનો પણ વારો આવ્યો હતો. અગાઉ ખેડૂતોની ડુંગળી બે રૂપિયાથી લઈને પાંચ રૂપિયા કે દસ રૂપિયાના ભાવે જતી હતી ત્યારે ખેડૂતો પાસે હવે ડુંગળીનો કોઈપણ પ્રકારનો સ્ટોક નથી. સ્ટોક પૂર્ણ થયા બાદ સરકારે નિકાસ પર લગાવેલ પ્રતિબંધ દૂર કરતા ખેડૂતોને કોઈપણ પ્રકારનો ફાયદો ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

પ્રતિબંધને હટાવવા ભારે વિરોધ : ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો ત્યારે આ નિર્ણય લેવાયા બાદ અનેક પ્રકારના કાર્યક્રમો, આવેદનો અને વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા અને ખેડૂતો દ્વારા તેમજ ખેડૂત આગેવાનોએ કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હટાવવા માટે અનેક માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પ્રસિદ્ધાદ મળ્યો નહોતો ત્યારે પરિણામે આજે ખેડૂતો પાસે કોઈપણ પ્રકારનો માલ નથી અને વેચવા માટે ડુંગળીનો કોઈપણ સ્ટોક પણ નથી ત્યારે સરકારે પ્રતિબંધ હટાવતા ખેડૂતોને કોઈપણ પ્રકારનો ફાયદો ન થતો હોવાનું ખેડૂતો તેમજ ખેડૂતો આગેવાનો સ્પષ્ટ રીતે જણાવી રહ્યા છે.

ખેડૂતોની પ્રતિક્રિયા : કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો જેને લઈને ડુંગળીના કોઈપણ પ્રકારના પોષણક્ષમ અને પૂરતા ખેડૂતોને ભાવ નહોતા મળતાં. જેના પરિણામે ખેડૂતોને જે ભાવ મળે તે ભાવે વેચવાનો વારો આવ્યો હતો. આજે ખેડૂતો પાસે કે ખેતરની અંદર કોઈપણ પ્રકારનો ડુંગળીનો સ્ટોક ડુંગળીના વાવેતરનો મોલ પડ્યો નથી ત્યારે હવે બધો નિકાસ થઈ ગયો અને બધું વેચાણ થઈ ગયા બાદ ખેડૂતોને સરકારમાંથી કોઈપણ પ્રકારનો ફાયદો મળે તેવી ખેડૂતોને શક્યતા નથી જણાતી તેવું પણ ખેડૂતોએ જણાવ્યું છે.

વચેટીયાઓ અને વેપારીઓને ફાયદો થયો : ખેડૂતો એવું પણ જણાવ્યું છે કે ખેડૂત પાસે રહેલી તમામ ડુંગળીઓ સાવ સસ્તાના ભાવે વેચાઈ ગઈ અને વેપારીઓ તેમજ વચેટિયા પાસે માલ સ્ટોક થઈ ગયા બાદ નિકાસ પર પ્રતિબંધ હટાવી લેતા જાણે વચેટીયાઓ અને વેપારીઓ તેમજ સ્ટોક કરનારાઓના ખાસ ફાયદા માટે જ આ નિર્ણય કર્યો હોય તેવું જણાવી રહ્યા છે જ્યારે ખેડૂતો પાસે ડુંગળી નથી અને વેચાણ માટેનો કોઈ માલ સ્ટોક નથી ત્યારે જ નિકાસબંધી દૂર કરતા વચેટીયાઓ તેમજ વેપારીઓ માટે જ ખાસ નક્કી કરીને અગાઉ નિર્ણય લીધો હોય અને તેમને અત્યારે ફાયદો થઈ શકે તેવા માટે આ નિર્ણય કર્યો હોય તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે ડુંગળી નિકાસ પર હટાવેલા પ્રતિબંધથી ખેડૂતોને કોઈપણ પ્રકારનો ફાયદો ન હોય તેવું ખેડૂતોએ જણાવ્યું છે અને આ ફાયદો માત્ર વચેટિયા તેમજ મોટો સ્ટોક કરી વેપાર કરતાં વેપારીઓ માટે કરવામાં આવ્યો હોય અને ચૂંટણીલક્ષી નિર્ણય હોય તેવું પણ ખેડૂતોએ જણાવ્યું છે.

  1. Alleges Shaktisingh Gohil : ડુંગળી પકવતા ખેડૂતો માટે નિકાસની જાહેરાત લોલીપોપ સમાન, શક્તિસિંહનો આક્ષેપ
  2. Onion Export Banned : નિકાસબંધી હટ્યા બાદ ખેડૂતોએ કહ્યું, તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવાનો અર્થ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.