ETV Bharat / state

રાજકોટ મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરવા બદલ એકસાથે 8 ચા-પાનની દુકાનોને કરાઇ સીલ - Tea shops sealed by RMC

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 10:30 AM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સફાઈ કામગીરી વધુ સઘન કરવાની સાથે જ જાહેરમાં સ્વચ્છતા નહીં જાળવનારા વેપારીઓની દુકાનોને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટનાં ઉમિયા ચોક નજીક જાહેરમાં ગંદકી કરવા બદલ એકસાથે 8 ચા-પાનની દુકાનોને સીલ કરવામાં આવી છે. Tea shops sealed by RMC

દુકાનના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા અવારનવાર સૂચના આપવામાં આવી
દુકાનના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા અવારનવાર સૂચના આપવામાં આવી (etv bharat gujarat)

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સફાઈ કામગીરી વધુ સઘન કરવાની સાથે જ જાહેરમાં સ્વચ્છતા નહીં જાળવનારા વેપારીઓની દુકાનોને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટનાં ઉમિયા ચોક નજીક જાહેરમાં ગંદકી કરવા બદલ એકસાથે 8 ચા-પાનની દુકાનોને સીલ કરવામાં આવી છે. આ તમામ દુકાનનાં માલિકોને અગાઉ નોટિસ આપીને દંડ વસુલવામાં આવ્યો હતો. જો કે, આમ છતાં જાહેરમાં ગંદકી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતા કડક પગલાં લેવામાં આવ્યા છે.

8 દુકાનોને સીલ કરવામાં આવી: મળતી વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ખાતેનાં ઉમિયા ચોક નજીક જાહેરમાં ગંદકી કરવા બદલ આઠ દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં (1) ખોડલ પાન (2) માધવ ડીલકસ પાન (3) પટેલ પાન (4) પ્યાસા પાન (5) શ્રી ઉમિયાજી પાન (6) આધ્યશક્તિ હોટલ (7) બજરંગ પાન અને (8) ક્રિષ્ના પાનને અચોક્કસ મુદ્દત માટે સીલ કરવામાં આવી છે. આ તમામ દુકાનનાં સંચાલકો દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોય અને ગંદકી ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે કચરો ફેંકાતો હોય તેમને નોટીસ આપીને દંડ વસુલવામાં આવ્યો હતો.

રાજકોટ મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરવા બદલ એકસાથે 8 ચા-પાનની દુકાનોને કરાઇ સીલ
રાજકોટ મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરવા બદલ એકસાથે 8 ચા-પાનની દુકાનોને કરાઇ સીલ (etv bharat gujarat)

દુકાનદારોને જાહેરમાં ગંદકી ન કરવા સૂચના અપાઇ: આ ઉપરાંત દુકાનના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવારનવાર સૂચના આપી હતી. છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા અને તપાસમાં દુકાન આસપાસ ખુબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો. જેથી દુકાનના સંચાલકોને નોટિસ આપી ધી જી. પી. એમ. સી. એક્ટ-1949ની કલમ-376 એ હેઠળ સીલ કરી દેવામાં આવી હતી. હાલ આ સીલ ક્યારે ખોલવામાં આવશે તેની કોઈપણ મુદ્દત આપવામાં આવી નથી. પરંતુ જ્યાં સુધી સંચાલકો સ્વચ્છતા જાળવવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી આ સીલ ખુલે તેવી શક્યતા નથી.

અન્ય સ્થળે ગંદકી કરનારા સામે કાર્યવાહી કરાશે: કમિશનર દેવાંગ દેસાઈના જણાવ્યા મુજબ મનપા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આ અભિયાનમાં લોકો પણ સહભાગી થઈ નૈતિક ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઇચ્છનિય છે, પરંતુ જયારે આવું સંભવ ન બને ત્યારે તંત્ર કડક પગલાં લેવા મજબુર બને છે. આગામી દિવસોમાં અન્ય સ્થળે પણ આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.