અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિવારજનની આપવીતિ ફરી એક વાર સાંભળવા મળી. આજે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને પ્રત્યે સંવેદન વ્યક્ત કરવા માટે અને દોષીતોને સજા મળે તે માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં અડધા દિવસનું બંધ આપવામાં આવ્યું હતું, જેમાં અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પણ જોડાયા હતાં. પરિવારજનોનોએ સરકાર પર આરોપ લગાવ્યા હતાં કે, તેઓ શાંતિપૂર્ણ માહોલમાં બંધ પાડવાને સમર્થન આપવા માટે અપીલ કરવા નીકળ્યા તો પોલીસે તેમની અટકાયત કરી.
રાજકોટ બંધ વચ્ચે કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે કરી તમામની અટકાયત - Rajkot bandh - RAJKOT BANDH
Published : Jun 25, 2024, 10:00 AM IST
|Updated : Jun 25, 2024, 2:15 PM IST
રાજકોટ: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા જે ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થતો હોવાથી કોંગ્રેસ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેથી મૃતકોને ન્યાય મળે અને તેની આત્માને શાંતિ મળે તેના માટે રાજકોટના વેપારીઓને તેમણે અપીલ કરી હતી. જેના ભાગરૂપે આજે સવારથી જ રાજકોટની મુખ્ય બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસના આગેવાનો પણ લોકોને વિનંતી કરી અને બંધમાં જોડાવા માટે મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે અને કેટલાક વેપારી સંગઠનોએ આ બંધને સમર્થન પણ આપ્યું છે, તો કેટલીક ખાનગી શાળાઓ અને કોલેજો પણ સ્વયંભૂ આ બંધમાં જોડાઈ છે.
LIVE FEED
સરકાર લાજવાના બદલે ગાજે છે: અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિવારજનની આપવીતિ
રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈને જીજ્ઞેશ મેવાણીના ભાજપ સરકાર પર પ્રહાર
રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા આજે અડધા દિવસ માટે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપ્યું હતું, જોકે, નાના મવા રોડ પર આવેલી કેટલીક દુકાનો ખુલી જોવા મળી હતી ત્યારે જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓએ વેપારીઓને વિનંતીસભર દુકાનો બંધ રાખવાની અપીલ કરી હતી.
અગ્નિકાંડની ઘટના બની તે વિસ્તારોમાં જ દુકાનો ખુલી, જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનોએ બંધ પાળવા કરી અપીલ
રાજકોટ નાના મવા રોડ જ્યાં આ ઘટના બની હતી ત્યાં દુકાનો ખુલી હોવાથી જીગેશ મેવાની, લાલજીભાઈ દેસાઇ સહિતના આગેવન બંધ અપીલ કરવા પોહચ્યાં હતા અને વેપારીઓને વિનંતીસભર બંધમાં સમર્થન આપવા અનુરોધ કર્યો હતો.
સરકાર કુંભકર્ણની નીદ્રામાંથી જાગે અને નાગરિકોને સુરક્ષાની ખાતરી આપે: શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મૃતકોને શ્રદ્ધાંજલિ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. શક્તિસિંહ ઉમેર્યું હતું કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં જોડાવવા બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા રાજકોટમાં અડધા દિવસ માટે બંધનું એલાન આપ્યું હતું, ત્યારે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે કાલાવડ રોડ પર બબાલ થઈ હતી, પોલીસે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી. બીજી તરફ કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતાં અને રોડ પર ચક્કાજામ કરતા થોડીવાર માટે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી.
કોંગ્રેસ રાજકોટ અગ્નિકાંડના પીડિતો પરિવારોની સાથે: જીગ્નેશ મેવાણી
રાજકોટ: કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટમાં છે, કોંગ્રેસના રાજકોટ બંધના એલાનમાં સ્વમંભૂ જોડાયેલા વેપારીઓ અને નાગરિકોને આભાર વ્યક્ત કરતા મેવાણીએ સરકાર પર અગ્નિકાંડની ઘટનાને લઈને આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં.
રાજકોટ બંધના સમર્થનમાં વેપારીઓ પણ જોડાયા
રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું અગ્નિકાંડના આરોપીઓને સજા મળે અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે અડધો દિવસ માટે રાજકોટ શહેર બંધનું એલાન કર્યું છે. જ્યારે આ બંધમાં શહેરના વેપારીઓએ પણ સ્વયંભૂ જોડાઈને બંધને ટેકો આપ્યો છે.
રાજકોટ બંધનું એલાન, અનેક વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન એલાન અપાયું છે. બંધ વચ્ચે શહેરમાં કોઈ અનિચ્છિનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનાા પીડિત પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું છે.