રાજકોટ: શહેરના યાજ્ઞિક રોડ પર દિવાળીની મોડી રાતે ફટાકડા ફોડવા જેવી બાબતે બોલાચાલી થતાં મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમાં બલીસ પાજીદા ધાબાના સંચાલક અમનદિપ ઉર્ફે બલી દ્વારા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હોવાનો આરોપ છે, જયારે આ માથાકૂટમાં અન્ય બે યુવાન ઈજાગ્રસ્ત થયા છે. એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધી ફરાર થયેલા શખ્સને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો: રાજકોટમાં દિવાળીની રાતે યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટ લોહિયાળ બની હતી. જેમાં કાર્તિક સરવૈયા, કેતન વોરા અને પ્રકાશ સરવૈયા નામના ત્રણ યુવાન સાથે રાજકોટના બલીસ પંજાબી ધાબાના સંચાલક અમનદિપ ઉર્ફે બલીની માથાકૂટ થઈ હતી.
બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં કાર્તિક સરવૈયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું, જયારે પ્રકાશ સરવૈયા અને કેતન વોરા ઈજાગ્રસ્ત નામના બે યુવાન ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હત્યાનો આરોપી ફરાર: આ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ હત્યાનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે, બીજી તરફ હત્યાનો આરોપી અમનદિપ ઉર્ફે બલી ઘટના બાદ નાસી છૂટ્યો છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.