ETV Bharat / state

Rajkot Crime : ગુજસીટોકના આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર કરતી રાજકોટ કોર્ટ, જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ - 16 Days Remand

રાજકોટ કોર્ટે જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં ગુજસીટોક લાગેલ આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. 2058 કરોડના મસમોટા કૌભાંડના કુલ 20 આરોપી છે જેમાં 14 પકડાયાં છે. જાણો વધુ વિગતો.

Rajkot Crime : ગુજસીટોકના આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર કરતી રાજકોટ કોર્ટ, જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 12:05 PM IST

16 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ : તાજેતરમાં જ બોગસ બીંલીંગ સંદર્ભે જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 20 આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે 20 આરોપીઓમાંથી 14 આરોપીઓ ઝડપાયા છે. જેને લઈને આ 14 આરોપીઓને રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કૌભાંડમાં ઝડપાયેલ આરોપીઓમાં 19 ભાવનગરના અને 1 આરોપી રાજકોટનો છે.

ફેબ્રુઆરી 2023 અને 2024માં કૌભાંડ આચરવામાં આવ્યું : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીઓ દ્વારા વિવિધ અરજદારોના આધાર કાર્ડનો દુર ઉપયોગ કરી જીએસટી ચોરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે દરમિયાન જીએસટી વિભાગે ફેબ્રુઆરી 2023 અને 2024માં આ પ્રકારના કૌંભાંડો ઉજાગર કર્યા હતા.

આરોપીઓ
આરોપીઓ

આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર ચેન્જ કરતા : આ પ્રકારનું કૌભાંડ આચરવા માટે આરોપીઓ જરૂરિયાતમંદ લોકોને નાણાંકીય પ્રલોભન આપી આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર ચેન્જ કરતા હતાં. તેમજ ચેન્જ કરેલ આધાર કાર્ડથી પાન અને જીએસટી નંબર મેળવી કૌભાંડ આચરતા હતાં. ત્યારે આ કૌભાંડમાં અલગ અલગ કુલ પાંચ ફરિયાદ દાખલ થઇ હતી. તેમજ આ કૌભાંડમાં દેશભરમાં 13,345 બોગસ જીએસટી નંબર સામે ગુજરાતના 4,308 બોગસ જીએસટી નંબરનો સમાવેશ થયા છે. જેને લઇને બોગસ ક્રેડિટ મેળવનાર સામે વસુલાતની કાર્યવાહી કરવામાં આવી છે. એવામાં બોગસ બિલિંગના કૌભાંડના આરોપીઓને ગઈકાલે રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારે કોર્ટે આરોપીઓને 16 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આધારકાર્ડનો કરવામાં આવ્યો દુરુપયોગ : જ્યારે આ મામલે રાજકોટ કોર્ટના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડ રૂપિયા 2050 કરોડનું છે. જેમાંથી રૂ. 258 કરોડનું GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલ છે. તેમજ આ કૌભાંડનો મુખ્ય આરોપી રાજુભાઇ તમામને આધારકાર્ડ બનાવી દેતો હતો અને પોતાનો મોબાઈલ નંબર લિંક કરી તેમાં આવતા OTPથી પાનકાર્ડ બનાવી બનાવતો હતો. જ્યારે આરોપીઓ બોગસ સેલ કંપની ઉભી કરી સાચી કંપની સાથે ફ્રોડ કરતા હતાં. છેલ્લા 3 વર્ષમાં રૂપિયા રૂ.258 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જવી જોઈતી હતી, જે આરોપીઓએ મેળવી લીધી હતી.

  1. Bogus Billing Scam : બોગસ પેઢીઓ થકી 1500 કરોડનું GST કૌભાંડ આચરનાર ભાવનગરથી ઝડપાયો
  2. State GST Raid : જીએસટી દરોડામાં 8.77 કરોડની કરચોરી પકડાતાં રાજકોટના વેપારીની ધરપકડ, 22 ફોરેન કન્સલટન્સી પણ વરુણીમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.