ખેડા: જિલ્લામાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા થઈ રહ્યા છે. જિલ્લામાં નડીયાદની સાથે મહુધા, વસો, માતર, ઠાસરા, ગળતેશ્વર સહિતના તમામ તાલુકાઓમાં વરસાદ થયો છે. જિલ્લામાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: ખેડા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાતા છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા. નડિયાદ સહિતના સમગ્ર જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ થયો હતો. હાલ જિલ્લાના નડીયાદ સહીતના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે.
ધરતીપુત્રો ચિંતિત બન્યા: જિલ્લામાં વરસાદી વાતાવરણથી ગરમીથી તો રાહત મળી છે. પરંતુ વરસાદથી ઉભા પાકને નુકશાન થવાની શક્યતા સર્જાઈ છે. હાલ જીલ્લામાં પાછોતરો વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ થઈ રહ્યો હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ ખેતરોમાં ડાંગર સહિતનો ઉભો પાક છે. વધુ વરસાદ થાય તો પાકને નુકશાન થાય તેમ છે. ત્યારે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભિતીથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
જિલ્લામાં સરેરાશ અડધો ઇંચ વરસાદ
જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થયો છે. જે સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
કપડવંજ | 2 MM |
કઠલાલ | 7 MM |
ખેડા | 2 MM |
માતર | 18 MM |
નડીયાદ | 19 MM |
મહુધા | 9 MM |
ઠાસરા | 18 MM |
ગળતેશ્વર | 26 MM |
વસો | 13 MM |
આ પણ વાંચો: