ETV Bharat / state

ડભોઈના ભીલોડિયા ક્ષત્રિય સમાજ પરશોત્તમ રુપાલા સામે લાલઘૂમ, પૂતળાંદહન કરી વિરોધ પ્રદર્શન - Bhilodia Kshatriya Samaj - BHILODIA KSHATRIYA SAMAJ

ડભોઈ તાલુકાના ભીલોડિયા ગામે પરશોત્તમ રુપાલા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે પૂતળાંદહન કરી વિરોધ પ્રદર્શન થતાં જોવા મળ્યું હતું.

ડભોઈના ભીલોડિયા ક્ષત્રિય સમાજ પરશોત્તમ રુપાલા સામે લાલઘૂમ, પૂતળાંદહન કરી વિરોધ પ્રદર્શન

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 10:17 AM IST

ભારે સૂત્રોચ્ચાર સાથે પૂતળાંદહન કરી વિરોધ

વડોદરા : ગુજરાતના અસંખ્ય ગામડાંઓમાં ભાજપના આગેવાનો, ઉમેદવારોને પ્રચાર માટે પ્રવેશબંધી જોવા મળી છે. એટલે કે રાજપૂત સમાજનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. રાજકોટમાં એક જાહેરસભામાં લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી ઉચ્ચારી હતી. જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પરશોત્તમ રુપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા કેટલા દિવસથી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.જેની અસર ડભોઇના ભીલોડિયા ગામમાં જોવા મળી છે.

ભીલોડિયા ગામે લાગ્યા બેનર અને પૂતળાનું દહન : સમગ્ર ગુજરાતમાં પરશોત્તમ રુપાલાના વિરોધને લઈને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભીલોડિયા ગામે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થઈને પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં થાય તો કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર ગામમાં પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવ્યા હતા‌ં. એટલું જ નહીં, પરશોત્તમ રુપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. સાથે સાથે પરશોત્તમ રુપાલાનું પૂતળાંદહન પણ કરવામાં આવ્યું.

15 ગામોમાં બેનર લાગ્યા : ડભોઇ તાલુકાના 15 ગામોમાં ચૂંટણી બહિષ્કારનું બેનર લાગ્યું છે. ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવવામાં આવ્યા પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું પણ જાહેર કર્યું હતું. તેમજ પરશોત્તમ રુપાલાનું સ્ટેચ્યુ બનાવીને દહન કરવામાં આવ્યું હતું.

ઘીના ઠામમાં ઘી સમાઈ જાય એવી સ્થિતિ : મોવડીમંડળે પરશોત્તમ રુપાલાની ટીકીટ રદ કરવાની માંગણી ઉપર પૂર્ણવિરામ મુકી દેતા પરશોત્તમ રુપાલાએ ફરી પ્રચાર ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકે-તાલુકે અને ગામડે-ગામડે રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના ગામે ગામ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યાં છે.

  1. સુરત જિલ્લાના ગામડાઓમાં ભાજપ વિરૂદ્ધ બેનર્સ લાગતા હાઈકમાન્ડ ચિંતામાં, રુપાલાના વિરોધની ચિનગારી દાવાનળની જેમ ફેલાઈ - Loksabha Election 2024
  2. જામનગરના જામ સાહેબે રૂપાલા વિરૂદ્ધ રાજપૂતોના આંદોલનને આપ્યું સમર્થન - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.