ભાવનગર: ગ્લોબલ વોર્મિંગની વિકટ થતી સ્થિતિ વચ્ચે વૃક્ષો મનુષ્યની જીવાદોરી છે. વૃક્ષ ન હોય તો ઓક્સિજન પણ પ્રાપ્ત થશે નહીં. ત્યારે મનુષ્યને વૃક્ષને બચાવવું જરૂરી બની જાય છે. ભાવનગરની બાલમંદિરના બાળકોને વૃક્ષ પ્રત્યે અહેસાસ જગાવી તેની મહત્વતા સમજાવવી ગળથુથી પ્રયાસ શરૂ કર્યા છે.
ગળથુથીથી મનુષ્યને જીવંત રહેવા સમજણ જરૂરી: વૃક્ષ ના હોય તો મનુષ્યને ઓક્સિજન મળશે નહિ. ત્યારે હવે આવનારી પેઢીમાં નાનપણથી વૃક્ષ પ્રત્યે પગલાં ભરવા નવીન પ્રયોગ હાથ ધરાયો છે. ભાવનગરના ડોકટર અને પ્લાસ્ટિક સામે પોતાની લડાઈ ચલાવનાર ડો તેજસ દોશીએ જણાવ્યું હતું કે જે બાળકો નર્સરીમાં ભણતા હોય છે, તે બાળકો એવા હોય છે કે જેનું બ્રેઇન હજી વાયરસ લેસ હોય છે, એટલે કે અત્યારથી જ બાળકને જે કઈ ગળથુથીમાં પાવામાં આવે છે તે બાળકો લાઈફ લોંગ ટાઈમ યાદ રાખતા હોય છે.
આજે લોકો કેવો પ્રોગ્રામ કર્યો કે વૃક્ષોનું મહત્વ શું છે? વૃક્ષ આપણા જીવનમાં શું જરૂરી છે ? વૃક્ષની ઉપયોગીતા શુ છે ? જો એ બાળકોને શીખવાડવામાં આવે એટલે એમને એ કર્યું. ભાઈ બહેનને રાખડી બાંધતા હોય છે પણ વૃક્ષને રાખડી બાંધીએ તેવું નવીન કરીયે. વૃક્ષો શા માટે ન કાપવા જોઈએ. આ બધું નાનપણથી બાળકોને શીખવાડવામાં આવે કે જેથી જ્યારે ભવિષ્યમાં બાળકો મોટા થશે, ત્યારે એ જ બાળકો વૃક્ષોનું રક્ષણ કરશે. આપણે અત્યારના સમાજમાં જોઈએ છે કે ગ્લોબલ વોર્મિંગથી ત્રણ ઋતુઓ આટલી બદલાઈ ગઈ છે માટે આજ બાળકોને જે ભવિષ્યનું ભવિષ્ય બનવાના છે તેમને વૃક્ષ પ્રત્યે જાગૃતિ આવે.
બાલમંદિરથી વૃક્ષને રાખડી બાંધવા પ્રથા: ઇન્ટરનેશનલ અમર જ્યોતિ સરસ્વતી સ્કૂલના આચાર્ય રીમાબેને જણાવ્યું હતું કે આ તો ખૂબ જરૂરી છે. આ બધું અમારા હાથમાં શાળાના શિક્ષકોના હાથમાં હોય છે, કારણ કે બાળકો શિક્ષકોના હાથ નીચે તૈયાર થાય છે. હાલમાં જ એક પેરેન્ટ્સ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે શિક્ષક તમે કહો તો આ દૂધ પીશે, ત્યારે દરેક શિક્ષકોની હાથમાં હોય છે કે બાળકોને વૃક્ષો પ્રત્યે કઈ રીતે જાગૃત કરવા.
આ માટે રક્ષાબંધન ભાઈ બહેનને રાખડી તો બાંધતા હોય છે. પરંતુ જો વૃક્ષ પ્રત્યે લાગણી વિકસાવા રાખડી બાંધવામાં આવે તો બાળકમાં વૃક્ષ પ્રત્યે લાગણી જન્મે છે અને તે વૃક્ષની કાળજી લેતા શીખશે. આપણે પુસ્તકોમાં તો વૃક્ષો વિશે વાંચતા હોઈએ છીએ. પરંતુ વાસ્તવિક તેને જો નાનપણથી જ બાળકમાં સમજણ આપવામાં આવે તો આગળ જઈને એ બાળકને વૃક્ષો પ્રત્યેની લાગણી જીવંત રહેશે, કારણ કે ગ્લોબલ વોર્મિંગના દિવસે દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે.
ચિન્મય મિશન જોડાયું વૃક્ષ બચાવ અભિયાનમાં: ચિન્મય મિશન સાથે જોડાયેલા નીલાબેન ઓઝાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં જ તે વૃદ્ધાશ્રમમાં પણ સેવા આપું છું અને આ સંસ્કારો નાનપણથી જ આપવા પડશે. મોટા થયા પછી એ વાત સમયની વાત બગાડી નાખશે, એ નાનપણથી એ સંસ્કારો પડશે તો વૃક્ષ ઉછેરવું અને વૃક્ષનો આનંદ લેવો એ બાળકો સમજશે, આ રીતે આજે જે કાર્યક્રમ છે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા થયો છે,એ બહુ પ્રશંસનીય છે અને ચિન્મય મિશનમાં બાળકોને લઈને આવ્યા છે એનો અમને ખૂબ આનંદ છે.